Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ તરીકે હસુભાઇ સૂચકની વરણી

(ઈકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા.૧૯: અમરેલી જિલ્લા કૉંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ તરીકે સાવરકુંડલાના કદાવર અને નિષ્ઠાવાન આગેવાન હસુભાઈ સૂચક ની વરણી થતા વ્‍યાપક આવકાર મળી રહયો છે.

ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિ ના પ્રમુખ જગદીશભાઈ ઠાકોર ની સૂચના થી અમરેલી જિલ્લા કૉંગ્રેસ સમિતિ ના પ્રમુખ  ડી કે રૈયાણી એ અમરેલી જિલ્લા કૉંગ્રેસ સમિતિ નું સગઠન માળખું ચેતનવંતુ  અને મજબૂત બનાવવા ના ભાગરૂપે અમરેલી જિલ્લા કૉંગ્રેસ સમિતિ ના ઉપપ્રમુખ તરીકે સાવરકુંડલા શહેર કૉંગ્રેસ સમિતિ ના પૂર્વ પ્રમુખ અને હાલ શહેર કૉંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ હસુભાઈ સૂચકની વરણી કરવા માં આવેલ છે.

હસુભાઈ સૂચક અગાઉ સાવરકુંડલા શહેર કૉંગ્રેસનું સગઠન માળખું કહું જ મજબૂત અને જબરૂ બનાવેલ હતું તેમજ નગરપાલિકાના કારોબારી કમિટીના ચેરમેન અને શહેર ની નામાંકિત નાગરિક બેંકના એમ ડી તરીકે તેમજ કૉંગ્રેસના વિવિધ.પદો ઉપર પુરી નિષ્ઠા પ્રામાણિકતા અને ખંત પૂર્વક કામગીરી બજાવી છે

હાલ અમરેલી જિલ્લાના સંગઠન માળખાને  મજબૂતી કરણ બનાવવા માટે નોંધ પાત્ર અને ચાવીરૂપ ભૂમિકા ઓ ભજવશે  હસુભાઈ સૂચકની વરણી ને ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના પૂર્વ નેતા પરેશભાઈ ધાનાંણી. પૂર્વ સાંસદ અને લાઠી બાબરાના ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુમ્‍મર. સાવરકુંડલા લીલીયા વિસ્‍તારના ધારાસભ્‍ય પ્રતાપભાઈ દુધાત  રાજુલાના ધારાસભ્‍ય અમરીશભાઈ ડેર. ગુજરાત પ્રદેશ મહિલા કૉંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુમ્‍મર માજી ધારાસભ્‍ય ઠાકરશી ભાઈ મેતલિયા ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ ના મંત્રી ચંદ્રેશ ભાઈ રવાણી. ગુજરાત પ્રદેશ માઈનોરેટી ડિપાર્ટમેન્‍ટ ના જનરલ સેક્રેટરી ઈકબાલ ગોરી પ્રદેશ કૉંગ્રેસ અગ્રણી રફીકભાઈ મોગલ.જિલ્લા કૉંગ્રેસના પૂર્વ  પ્રમુખ સોસાસહેબ શંભૂભાઈ દેસાઈ. અરવિંદભાઈ સીતાપરા નરેશભાઈ અધર્વ્‍યું . મહેશભાઈ જ્‍યાંણી. રસુલભાઈ કુરેશી કનુભાઈ ડોડીયા વિગેરે કૉંગ્રેસ અગ્રણીઓએ આવકારી અભિનંદન પાઠવેલ હતા.

(1:45 pm IST)