Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

બાબરાના વિવેક ઉત્તરાખંડના પહાડો પર 40 km ટ્રેકિંગ કરશે

 (દિપક કનૈયા) બાબરા,તા.૧૯ :  અહીંના કવિ લેખક, ચેમ્‍બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ કે,ડી, સેદાણીના યુવા પુત્ર અને ptnot ના ચેરમેન વિવેક સેદાણી આગામી ૨૧ એપ્રિલના રોજ ઉતરાખંડ ૧૨ હજાર ફૂટ ઊંચાઇએ પહાડો પર ટ્રેકિંગ માટે જનાર છે, આખા ભારતના વિવિધ રાજ્‍યોમાંથી સાહસિક યુવાનો અહીં ટ્રેકિંગ માટે આવનાર છે જેમાં ગુજરાતના ૪ યુવાનો ભાગ લેશે.  જેમાં વિવેક નો પણ સમાવેશ થયો છે. સૌથી વધુ બેંગ્‍લોરના યુવાનો ભાગ લેશે. મનાલી અને દેહરાદૂન વચ્‍ચે ખૂબ જ ઊંચા પહાડો આવેલા છે. ઘણી વખત ત્‍યાં ઓક્‍સીજન પણ ઓછો મળે છે અને વાતાવરણ ખૂબ જ ઠંડુ માઇનસ ડિગ્રી પર રહે છે, જોખમી જંગલ અને પહાડો વચ્‍ચે ૪૦ કિલોમીટર જેટલું ઉપર ચડવા માટેનું અંતર કાપતાં ૫ દિવસનો સમય લાગશે. આમ બાબરાના વતની  વિવેક સેદાણી ઉત્તરાખંડમાં પણ અમરેલી જિલ્લાનું અને ગુજરાતનું નામ રોશન કરશે.  વિવેક સેદાણીને તેમની ટ્રેકીંગની સાહસિક પ્રવળત્તિ ની સિદ્ધિ માટે, વડીલો, મિત્રો અને શુભેચ્‍છકો તેમના મો. ૮૧૬૦૫૨૩૩૬૮ ઉપર શુભેચ્‍છા પાઠવી રહ્યા છે.

(1:43 pm IST)