Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

ખંભાળીયા પાલિકામાં કાયમી ચીફ ઓફીસર નીમવા તથા શહેરના વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત

ખંભાળીયા તા. ૧૯ :.. પાલિકાના આગેવાનો દ્વારા રાજયના મુખ્‍ય મંત્રીશ્રી તથા આગેવાનોને શહેરના વિવિધ પ્રશ્નો તથા ચીફ ઓફીસરની ખાલી જગ્‍યા અંગે રજૂઆતો કરી છે.

પાલિકામાં લાંબા સમયથી ચીફ ઓફીસરની જગ્‍યા ખાલી હોય ઇન્‍ચાર્જોની વહીવટને માઠી અસર થતી હોય તાકીદે સી. ઓ. નિયુકત કરવા માંગ કરાઇ છે.

શોપીંગ સેન્‍ટર તથા શાક માર્કેટની હરરાજીનો પ્રશ્ન

શહેરી વિસ્‍તારમાં લોકોની સગવડો વધે તથા પાલિકાને આર્થિક ઉપાર્જન થાય તે માટે જોધપુર ગેઇટ પાસે અદ્યતન શોપીંગ સેન્‍ટર તથા પોટ ગેઇટ પાસે શાક માર્કેટ બનાવાય છે જેને દશ થી પંદર વર્ષ થયા હરરાજી કરવા મંજૂરી ના મળતા આ બિલ્‍ડીંગો ધુળ પડતા પડયા છે અને પાલિકાને મોટું આર્થિક નુકશાન થાય છે જેની તુરત મંજૂરી આપી હરરાજી કરાવવી જોઇએ.

રેવન્‍યુ રેકોર્ડનો પ્રશ્ન

પૂર્વ ભાજપ પ્રમુખ સ્‍વ. કાળુભાઇ ચાવડા તથા પૂર્વ મંત્રીશ્રી મુળુભાઇ બેરાના પ્રયાસોથી આગવી ઓળખના કામોમાં રીવર ફ્રન્‍ટ ધી નદી માટે ત્રણ કરોડ રૂપિયા મંજૂર થયેલા પણ વારંવાર રજૂઆત છતાં આ રકમ ફાળવાઇ નથી. જો આ રકમ ફાળવાઇ તો ધી નદી રીવર ફ્રન્‍ટ થતાં શહેરા લોકોને ફરવાનું સ્‍થળ મળે અને ધી નદી વિસ્‍તારનો વિકાસ અને ગંદકી, ગંદા પાણીનો પ્રશ્ન હલ થાય. આ ઉપરાંત ખંભાળીયા વિસ્‍તારમાં પાલિકાની જમીનો પર શ્રી સરકાર હોય રેવન્‍યુ રેકર્ડમાં પાલિકાના નામના હોવાથી ટેકનીકલ મુદા ઉભા થતાં હોય તે અંગે પણ ઘટતું કરવા માંગ કરાઇ છે.

ખામનાથ પૂલનો પ્રશ્ન

પોરબંદર અને ભાણવડ શહેરને જોડતા  રસ્‍તા પર ૧૧૮ વર્ષ જૂનો ખામનાથ પાસે ધી નદી પરનો પૂલ જર્જરીત થઇ ગયો હોય ત્‍યાં નવો પૂલ બનાવવાનું પી. ડબલ્‍યુ. ડી. તંત્ર તેમની  હદના હોય ના કહે છે અને પાલિકા પાસે કરોડો રૂપિયા આ પુલ પાછળ ખર્ચવા બજેટના હોય આ પૂલ જર્જરીત જીવલેણ બને તે પહેલા તાકીદે સરકારી તંત્ર દ્વારા કરવામાં આવે તેવી માંગ કરાઇ છે.

પાલિકાના આ તમામ ગંભીર પ્રશ્નો અંગે રાજયના ભાજપ પ્રમુખશ્રી સી. આર. પાટીલ, પ્રભારી મંત્રી શ્રી બ્રિજેશભાઇ મેરજા, સાંસદ પૂનમબેન માડમ, ભાજપના પ્રભારીઓ પ્રદીપભાઇ ખીમાણી, બીનાબેન આચાર્ય, ભાજપ જિલ્લા પ્રમુખ ખીમભાઇ જોગલ તથા ભાજપ અગ્રણી મુળુભાઇ બેરાને પણ આ પ્રશ્ને મદદરૂપ થઇને નિકલા લાવવા અપીલ કરવામાં આવી છે.

(1:53 pm IST)