Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

માળીયા મિયાણાના જુના ધાટીલા પાસે રેતી ભરેલા ડમ્‍પરે હડફેટે લેતા વૃધ્‍ધાનું મોત

(રજાક બુખારી માળીયા મીયાણા દ્વારા) , તા. ૧૯ : માળીયામિંયાણાના જુનાઘાંટીલા ગામે ડમ્‍પર ચાલકે મહીલાને ચગદી નાખતા ઘટનાસ્‍થળે કમકમાટી ભર્યુ મોત અરેરાટી ભર્યુ મોત નિપજયું હતું. મળતી વિગત મુજબ  માળીયામિંયાણાના જુનાઘાંટીલા ગામે રેતીના ડમ્‍પર ચાલકે એક વળધ્‍ધ મહીલાને ચગદી નાખતા રોષ ભભૂકી ઉઠ્‍યો છે વહેલી સવારે રેતીના ખાલી ડમ્‍પરના તોતીંગ વ્‍હીલ વળધ્‍ધ મહીલા ઉપર ફરી વળતા ઘટનાસ્‍થળે કમકમાટી ભર્યુ મોત નિપજ્‍યું હતુ જીજે-૩૬-વી-૫૨૧૬ નંબરના ડમ્‍પર ચાલક અકસ્‍માત સર્જી ડમ્‍પરને રેઢુ મુકી નાસી છુટયો હતો ઘટનાની જાણ થતા હળવદ અને માળીયા પોલીસનો કાફલો ઘટનાસ્‍થળે દોડી ગયો હતો જોકે પરીવારજનોએ પોતાના સ્‍વજનની લાશ ઉપાડવાનો ઈન્‍કાર કરતા મામલો તંગ બન્‍યો હતો જોકે કલાકો બાદ મામલો થાળે પડતા મળતક શાંતાબેન ધુળાભાઈ ઉપાસરીયા (ઉ.વ.આ.ે ૭૫ વર્ષ)ની લાશને પીએમ અર્થે માળીયા ખસેડવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છેકે માળીયાના જુનાઘાંટીલા ખાખરેચી રોડ ઉપર ગેરકાયદેસર પાસ પરમીટ કે રોયલ્‍ટી વગર દોડતા બેફામ ખનીજ ભરેલા ડમ્‍પરો સફેદ રેતીનો કાળો કારોબાર ખુલ્લેખામ ધમધમતો હોવાના આક્ષેપો થઇ રહ્યા છે.

(1:42 pm IST)