Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

વિંછીયા તાલુકાના દડલી ગામના કોળી સમાજના જાંબાજ યુવાન વતન આવતા સ્‍વાગત

આટકોટ :  પાંચાળનું ગૌરવ કોળી સમાજનો યુવાન એસ.એસ.બી ( સશષા સેના બળ ) ની ટ્રેનિંગ પૂર્ણ કરે માદરે વતન આવતા પાંચાળ વિકાસ બોર્ડ અને કોળી સમાજ દ્વારા ભવ્‍ય સન્‍માન કરાયું હતું. જામનગર ખાતે એસ-એસ-બી (આર્મી)ની ટ્રેનિંગ પૂર્ણ કરી વતન દડલી ગામે આવતામા ભોમનીની રક્ષા કરતા જવાનને સન્‍માનિત કરવા પાંચાળ વિકાસ બોર્ડ અને વિછીયા તાલુકા કોળી સમાજ પ્રમુખ વિનોદભાઇ વાલાણી આયોજિત સન્‍માન સમારોહ દડલી ગામે યોજાયો હતો દડલી ગામના જવાન દીપકભાઈને શાલ મોમેન્‍ટો અને ભારત માતાની છબી આપી શાનદાર શાહી સન્‍માન કર્યું હતું હાજર આગેવાનોએ દેશની રક્ષા કરતા જવાનને શુભેચ્‍છાઓ પાઠવી હતી સ્‍વાગત કાર્યક્રમમા પાંચાળ વિકાસ બોર્ડ પ્રમુખ વિનોદભાઈ વાલાણી વિંછીયા માર્કેટિંગ યાર્ડ પ્રમુખ કડવાભાઇ જોગરાજીયા પાંચાળ વિકાસ બોર્ડના સદસ્‍યો કડવાભાઇ ખીહડીયા જેસાભાઇ મકવાણા દડલી ગ્રામ પંચાયત સરપંચ વિનુભાઈ હાંડા તેમજ ગ્રામજનો મોટી સંખ્‍યામા હાજર રહી પ્રસંગને શોભાવ્‍યો હતો. (તસ્‍વીરોઃ કરશન બામટા આટકોટ)

(1:36 pm IST)