Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

પોરબંદરના એમ.જી.રોડ ઉપર આડેધડ વાહન પાર્કિંગ આવનજાવન માટે માર્ગ અડધો રોડ ખુલ્લો : ટ્રાફીક જામ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૯ : શહેરના મુખ્‍ય એમ.જી.રોડ ઉપર દિવસ દરમિયાન રિક્ષા સહિત વાહનોના આડેધડ પાર્કિંગને લીધે આવન-જાવન માટે માત્ર અર્ધો રોડ ખુલ્લો રહે  છે. બન્ને સાઇડ રાખેલા  વાહનોથી વારંવાર ટ્રાફીક જામ થાય છ.ે

પ્‍લાઝા સિનેમાથી રિક્ષાવાળાઓ રિક્ષાની ડબલ લાઇન રાખે છે તેથી ચાલીને જતા લોકોને પણ આવવા જવામાં અડચણ થાય છે. આ પ્રશ્ને લોકોએ અનેક વખત ટ્રાફીક પોલીસનું ધ્‍યાન દોર્યુ છે છતા ટ્રાફીક પ્રશ્ન હલ થયેલ નથી. ડીમલેન્‍ડ સિનેમાથી માણેક ચોક સુધી એકી અને બેકી તારીખે રોડ સાઇડ પાર્કિંગનું જાહેરનામુ છે છતા અમલવારી થતી નથી. એમ.જી.રોડ ઉપર વારંવાર ટ્રાફીક જામને લીધે દવાખાનાના કામ માટે ઇમરજન્‍સીમાં જતા વાહનો ફસાય જાય છે.

સાંકડી જગ્‍યામાં ફોર વ્‍હીલરોને આવન જાવન માટે મનાઇ છતા ફોર વ્‍હીલરો સાંકડી જગ્‍યામાં આવી જતા ટ્રાફીક જામ થઇ જાય છે.

(1:34 pm IST)