Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

પોરબંદર જિલ્લામાંથી અમદાવાદ રાજકોટ સારવાર માટે જતા દર્દીઓની લોહીની જરૂરિયાત માટે હેલ્‍પલાઇન

પોરબંદર તા.૧૯ : પોરબંદર જિલ્લામાંથી અમદાવાદ રાજકોટ અને જામનગરમાં સારવાર માટે જતા દર્દીઓની લોહીની જરૂરિયાત માટે હેલ્‍પલાઇન શરૂ કરવામાં આવી છે. પોરબંદર જિલ્લામાંથી અમદાવાદ રાજકોટ જામનગરમાં સારવાર લેવા જાય ત્‍યારે જે દર્દીઓને લોહીની જરૂર ઉભી થાય તો આ પ્રમાણે આપેલા મોબાઇલ નંબરમાંથી  સંપર્ક કરી શકાય છે. લોહીની જરૂરીયાત માટે હેલ્‍પ લાઇન નંબરો અશોકભાઇ ગોહેલ મો.૯૮૭૯૪ ૯૩પર૬, ફારૂકભાઇ સુર્યા મો.૯ર૬પ૧ ૮પ૬પ૬, હિરલબા જાડેજા મો.૯૭ર૭૭ ૦૬૬૪૪ કિરીટભાઇ મોઢવાડીયા મો.૯૦૩૩૦ ૭૮ર૪૯ રામદેવભાઇ મોઢવાડીયા મો. ૯૮રપર ૧૦૧૩૭ તથા શાંતિભાઇ પોપટ મો. ૯૪ર૬૧ ૮૩૧ર૧ ઉપર સંપર્ક કરવા બાલા હનુમાન મંદિર (સુદામા ચોક) દ્વારા જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે  બાલા હનુમાન મંદિરે હનુમાન જયંતિએ મહારકતદાન કેમ્‍પમાં રેકર્ડબ્રેક ૧પપ૧ બોટલ રકત એકઠુ થયેલ છે. રકતદાતાઓએ રકતદાન કરેલ લોહીનો ઉપયોગ જરૂરીયાતવાળા દર્દીના ઉપયોગ માટે અપાશે.

(1:31 pm IST)