Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

જામનગરમાં સંજય બાબરીયાનો આપઘાત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૯: અહીં ગોકુલનગર વસંત પ્રજાપતિવાડી મયુરનગર શેરી નં.-૬, ચામુંડા પ્રોવિઝન સ્‍ટોર્સની બાજુમાં જામનગરમાં રહેતા બાબુભાઈ હરજીભાઈ બાબરીયા, ઉ.વ.પ૪ એ સીટી સી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, સંજય ઉર્ફે ધનો રમેશભાઈ બાબરીયા, ઉ.વ.ર૦, રે. ગોકુલનગર વસંત પ્રજાપતિવાડી મયુરનગર શેરી નં.-૬, ચામુંડા પ્રોવિઝન સ્‍ટોર્સની બાજુમાં જામનગરવાળા કોઈ અગમ્‍યકારણોસર પોતાના રૂમમાં સીમેન્‍ટના આડહરમાં સાડી વડે ગળાફાંસો ખાઈ મરણ થયેલ છે.

કાલાવડ ગામેથી મોટરસાયકલ ચોરાયું

કાલાવડ ટાઉન પોલીસ સ્‍ટેશનમાં જયકુમાર અતુલભાઈ સાંગાણી, ઉ.વ.ર૪, રે. રણુજા રોડ, એવરન્‍યુ રેસીડેન્‍સી ઘર નં. ૦૩, કાલાવડ ગામવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૦-૪-ર૦રરના ફરીયાદી અતુલભાઈ પાસે રહેલ તેના મીત્રનું સુઝુકી કંપનીનું એકસેસ ૧રપ મોટરસાયકલ જેના રજી.નં.જી.જે.-૧૦-એમ.જી.-પ૪૩૮ ની કિંમત રૂ.રપ,૦૦૦/- નું ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

વર્લીમટકાના આંકડા લખતો

ઝડપાયો : એક ફરાર

સીટી એ પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. સાજીદભાઈ રફીકભાઈ બેલીમ એ ફરીયાદ  નોંધાવી છે કે, તા.૧૮-૪-ર૦રરના ખંભાળીયા નાકા બહાર નહેરના કાંઠે શીવશકિત એપાર્ટમેન્‍ટની નીચે જામનગરમાં આરોપી અજયભાઈ મહેન્‍દ્રભાઈ ગોધાવીયા, રે. જામનગરવાળા એ જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરી મોબાઈલ ફોન નંગ-૧, કિંમત રૂ.પ૦૦ તથા રોકડા રૂ.૧૧,૦૭૦/- સાથે ઝડપાઈ ગયેલ છે. તથા આરોપી દિનેશભાઈ ભાનુશાળીની અટક બાકી હોય આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કતારમાં આડેથી પેટ્રોલ

પુરી દેતા લમધાર્યો

જામનગર :  સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં ચેતનભાઈ અનીલભાઈ રામપરા, ઉ.વ.૪ર, રે. સોની બજાર, પેલેસ રોડ, વર્ધમાન નગર શેરી નં.૭, રાજકોટવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૬-૪-ર૦રરના બેડી ઓવરબ્રીજ પાસે આવેલ આશુતોષ પેટ્રોલ પંપમાં ફરીયાદી ચેતનભાઈએ સાહેદ જાવેદભાઈ સાઈચાને વચ્‍ચેથી પેટ્ર્રોલ પુરી આપેલ હોય જેથી આરોપી સલીમ નુરમામદ જેડા, રે. બેડી, જામનગરવાળાએ ઉશ્‍કેરાઈ જઈ ફરીયાદી ચેતનભાઈને જેમફાવે તેમ ગાળો કાઢી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ છે.

દારૂના જથ્‍થાની હેરાફેરી

કરતા ત્રણ ઝડપાયા : એક ફરાર

જામજોધપુર પોલીસ સ્‍ટેશનમાં હેડ કોન્‍સ. પ્રજ્ઞરાજસિંહ પ્રઘ્‍યુમનસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૮-૪-ર૦રરના સતાપર ગામથી આગળ વાસજાલીયા જવાના રસ્‍તે શુભલક્ષ્મી ઓઈલમીલ થી તરસાઈ જવાના રસ્‍તે અરોપી કમલેશભાઈ જેતાભાઈ ભારવડીયા, માંડાભાઈ ચનાભાઈ મોરી, નાથાભાઈ પીરાભાઈ કોડીયાતર એ હ્યુડાઈ વર્ના કાર જેના રજી.નં. જી.જે.-૧૮-એ.સી.-૧૦૧૭ કિંમત રૂ.૧,પ૦,૦૦૦/-ની કારમાં ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂ મેકડોવેલ્‍સ નં.-૧, સુપીરીયર વ્‍હીસ્‍કી બોટલ નંગ-પ૪, કિંમત રૂ.ર૭,૦૦૦/- ની દારૂની હેરાફેરી કરી કુલ રૂ.૧,૭૭,૦૦૦/-ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે. તથા અન્‍ય આરોપી કાનાભાઈ વરજાંગભાઈ મોરી, રે. વાસજાલીયા ગામવાળો ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(1:27 pm IST)