Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

ફોટોન ઇન્‍સ્‍ટીટયુટના માધ્‍યમથી વિદ્યાર્થીઓ મેડિકલ ક્ષેત્રમાં નામ રોશન કરશે : રામભાઇ મોકરીયા

‘‘નીટ''ની તૈયારી માટેના કલાસીસનો રાજયસભાના સાંસદના હસ્‍તે શુભારંભ

રાજકોટ, તા. ૧૮ :  ‘‘ફોટોન ઇન્‍સ્‍ટીટયુટના માધ્‍યમથી વિદ્યાર્થીઓ મેડિકલ ક્ષેત્રમાં ગુજરાત, સૌરાષ્‍ટ્ર સહિત રાજકોટનું નામ રોશન કરશે.'' તેમ રાજય સભાના સાંસદ રામભાઇ મોકરીયાએ ઉદ્‌્‌ઘાટન પ્રસંગે જણાવ્‍યું હતું.

રાજકોટના યુનિવર્સિટી રોડ ઉપર આકાશવાણી ચોકથી જે.કે. ચોક વચ્‍ચે નકલંક ચા પાછળ, મનન પ્‍લાઝામાં ચોથા અને પાંચમાં માળે વિશાળ જગ્‍યામાં ‘‘ફોટોન ઇન્‍સ્‍ટીટયુટનું સાંસદ રામભાઇ મોકરીયાના હસ્‍તે કાલે તા. ૧૭ને રવિવારે ઉદ્‌્‌ઘાટન કરવામાં આવ્‍યું હતુ અને ‘‘ફોટોન ઇન્‍સ્‍ટીટયુટ''ના ડો. યોગેશભાઇ દવે, અશોકભાઇ પાંભર, શૈલેષભાઇ રાણીપા, રમેશભાઇ પાંભરને શુભેચ્‍છા પાઠવી હતી.

આ પ્રસંગે રામભાઇ મોકરીયાએ વધુમાં જણાવ્‍યુ હતું કે ‘‘ફોટોન ઇન્‍સ્‍ટીટયુટના માધ્‍યમથી રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છના વિદ્યાર્થીઓ મેડિકલ ક્ષેત્રમાં ખુબ જ આગળ વધે તેવી શુભેચ્‍છા પાઠવું છું અને વધુમાં  કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી દ્વારા દરેક જીલ્લામાં મેડિકલ કોલેજની યોજનાને સાકાર કરવા માટે તબીબી વિદ્યાર્થીઓની આવનારા સમયમાં માંગ વધશે. અને તેના માટે ફોટોન ઇન્‍સ્‍ટીટયુટ જેવા કલાસીસ ઉપયોગી પુરવાર થશે.

રામભાઇ મોકરીયાએ વધુમાં જણાવ્‍યુ કે વિદ્યાર્થીઓને ઓછા ખર્ચે અથવા તો ઓછી ફીથી સારૂ માર્ગદર્શન મળે અને તેની કારકિર્દી બને તેના માટે જે કલાસીસ શરૂ કર્યા છે તેને હું રાજયસભાના સભ્‍ય અને કેન્‍દ્ર સરકારના પ્રતિનિધિ તરીકે શુભેચ્‍છા પાઠવું છું. સૌરાષ્‍ટ્રનું ટેલેન્‍ટેડ યુવાધન છે. તેને વધુ તૈયાર કરીને સુંદર પરફોર્મન્‍સ રજુ કરે અને પોતાના ક્ષેત્રમાં આગળ વધીને અજવાળુ પાથરે તે માટે શુભેચ્‍છા પાઠવી હતી.

આ તકે ‘‘ફોટોન ઇન્‍સ્‍ટીટયુટ ફોર નીટ'' ના ડો. યોગેશભાઇ દવે, અશોકભાઇ પાંભર, શૈલેષભાઇ રાણીપા, રમેશભાઇ પાંભરે જણાવ્‍યું હતું કે ‘‘ફોટોન ઇન્‍સ્‍ટીટયુટ ફોર નીટ'' ના માધ્‍યમથી નીટની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ખુબ જ ઉપયોગી માર્ગદર્શન મળી રહે તે માટે શિક્ષણ ક્ષેત્રમાં નવા યુગનો શુભારંભ કરવા પ્રયાસ કરાયો છે. નીટ અને રિ-નીટની તૈયારી માટે સૌરાષ્‍ટ્રના વિદ્યાર્થીઓ માટે આ કલાસીસ શ્રેષ્‍ઠ વિકલ્‍પ પુરવાર થશે.

‘‘ફોટોન ઇન્‍સ્‍ટીયુટ''માં  શિક્ષકોની શ્રેષ્‍ઠ ટીમ, શિક્ષણ, મજબુત ફોલો-અપ વર્ક, નિયમિત ટેસ્‍ટ દ્વારા સતત મૂલ્‍યાંકન ર૪×૭ રીડીંગની સુવિધા અને એસી. કલાસ રૂમ્‍સ ઉપલબ્‍ધ કરાયા છે.

ઇન્‍સ્‍ટિટયૂટ ના ઉદ્દઘાટન પ્રસંગે ધોળકિયા સ્‍કૂલના સંચાલક  કળષ્‍ણકાંત ધોળકિયા, સંનિષ્ઠ નિવળત શિક્ષક કિરીટભાઈ વાઘેલા, સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી ના રસાયણ વિદ્યાશાખાના વિભાગીય વડા ડૉ જોશી, આજીવન શિક્ષક અને પ્રકળતિવિદ રેવતુભા રાયજાદા, સીંદન જવેલર્સ ના સંચાલક અને સુખ્‍યાત જેમોલોજીષ્ટ તેજસભાઈ પંડયા, જાણીતા ઉદ્યોગપતીઓ ડૉ. વીપીનભાઈ પટેલ, નિતેશભાઈ પટેલ, લાલજીભાઈ ગજેરા, ધર્મેશભાઈ કગથરા તેમજ જાણીતા તબીબ અને ટીમ ફોટોનના પૂર્વ વિદ્યાર્થી ડૉ નિરજ દેસાઈ, સરકારશ્રીમા ઉચ્‍ચપદે કાર્યરત અને વિદ્યાર્થીઓ ના વાલી એવો જીએએસ અધિકારીઓ અને દરેક સમાજની અગ્રણી શૈક્ષણિક સંસ્‍થાઓના સંચાલક મંડળના ટ્રષ્ટિઓ સહિત ૨૦૦૦ થી વધારે વાલીઓએ મુલાકાત લઈ, ભરોસો અને પ્રસન્નતા વ્‍યક્‍ત કરી હતી. વધુ વિગત માટે મો. ૭૬૦૭૬પ૪રપ૪ અથવા મો. ૭૬૦૭૬ ૯૮ર૯૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(2:31 pm IST)