Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

સુત્રાપાડામાં આયુષ્‍યમાન ભારત બ્‍લોક આરોગ્‍ય મેળાનો પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઇ બારડના હસ્‍તે શુભારંભ

(રામસિંહ મોરી દ્વારા) સુત્રાપાડા, તા. ૧૯ : ગિરસોમનાથ જિલ્લાના સુત્રાપાડા મુકામે સરકાર દ્વારા યોજવામાં આવેલ આયુષ્‍યમાન ભારત બ્‍લોક આરોગ્‍ય મેળાનો સુત્રાપાડાના વતની અને રાજ્‍ય સરકારશ્રીના પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડના  હસ્‍તે શુભારંભ સુત્રાપાડા તાલુકા આરોગ્‍ય કચેરીમાં કરવામાં આવેલ. આ યોજના અંતર્ગત ભારત સરકાર એને વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના પ્રયાસો થકી છેવાડાના માનવીને આરોગ્‍ય લક્ષી તમામ સેવાઓનો લાભ વધુ અને વધુ તેમજ નીઃ શુલ્‍ક મળે તે હેતુ થી સમગ્ર ભારતમાં આરોગ્‍ય મેળાનું આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત સુત્રાપાડા તાલુકામાં આરોગ્‍ય મેળાના શુભારંભે પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડે જણાવેલ કે આ પ્રકારના મેળાથી આ વિસ્‍તારના તમામ લોકોને આરોગ્‍ય સેવાઓનો લાભ મળસે

આ આરોગ્‍ય મેળામાં બીપી, ડાયાબિટિશ, કેન્‍સર જેવા રોગોનું નિદાન અને સારવાર, જનરલ નિદાન કેમ્‍પ, યોગ વિષે સમજ, કોવિડ વેક્‍સિનેસન, આયુષ્‍યમાન કાર્ડ કઢાવવું વગેરે જેવા તમામ આરોગ્‍યલક્ષી સેવાઓ તમામ લોકોને આપવામાં આવશે આ અવસરે ગુજરાત રાજ્‍યના પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડ, સાથે જિલ્લા પંચાયત સદસ્‍ય રાજવીરભાઈ ઝાલા, નગરપાલિકા કારોબારી ચેરમેન રમેશભાઈ વડાંગર, કારડીયા સમાજના અગ્રણી જેસિંગભાઈ મોરિ, કોળી સમાજના આગેવાન રામભાઇ ચૌહાણ, મુસ્‍લિમ સમાજના આગેવાન અલારખાભાઇ, જિલ્લા આરોગ્‍ય અધિકારી રોય સાહેબ, સુત્રાપાડા તાલુકા હેલ્‍થ ઓફિસર ચૌહાણ સાહેબ, મેડિકલ ઓફિસર મનુભાઈ કામલીયા સુત્રાપાડા તાલુકા આરોગ્‍યની ટિમ સામેલ હતી. આ આરોગ્‍ય મેળાનો લાભ સુત્રાપાડા તાલુકા તેમજ આજુબાજુના તમામ ગામના લોકો લ્‍યે અને રોગોનું નિદાન તેમજ સારવાર વિનામૂલ્‍યે વધુમાં વધુ લોકો મેળવે તેવો આગ્રહ પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડે વ્‍યક્‍ત કરેલ છે.(

(11:53 am IST)