Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

રાણાવાવના બે અને કલાણપરનો એક શખ્‍શ દારૂ સાથે ઝડપાયાઃ સપ્‍લાયર વાંસજાળીયાનો મોરી ફરાર

જામજોધપુર તા. ૧૯ :.. જામનગર જીલ્લાના ઇન્‍ચાર્જ પોલીસ વડા પ્રેમસુખ ડેલુ ની સુચના મુજબ જીલ્લામાં દારૂ તથા જૂગારની પ્રવૃતિને નેસ્‍તો નાબુદ કરવા માટે તથા જામનગર ગ્રામ્‍ય ડીવીઝનના ના. પો. અધિ. શ્રી કૃણાલ દેસાઇના દ્વારા પ્રોહી તથા જૂગારને કેસો શોધી કાઢવા સુચના કરેલ હોય જે અનુસંધાને જામજોધપુર ઇન્‍સ્‍પેકટર આર. જી. ચૌધરી તથા પો. સબ. ઇન્‍સ. કે. સી. વાઘેલા દ્વારા વધુમાં વધુ કેસો શોધી કાઢવા સુચના કરેલ હતી.

જે અનવ્‍યે જામજોધપુરના માણસો પો. સ્‍ટે. વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્‍યાન એ. એસ. આઇ. વી. ડી. રાવલીયા તથા પો. કોન્‍સ. માનસંગભાઇ ઝાપડીયાને બાતમી મળેલ કે વાંસજાળીયા ગામથી સતાપર ગામ તરફ એક કાળા કલરની હ્યુન્‍ડાઇ વર્ના કાર નં. જી. જે. ૧૮ એ. સી. ૧૦૧૭ ની કારમાં અંગ્રેજી દારૂની ભરીને આવે છે એવી હકિકતો આધારે સદર કારની વોચમાં રહી કારને પકડી પાડી તેમાંથી અંગ્રેજી દારૂની બોટલ નં. પ૪ કિ. રૂા. ર૭,૦૦૦ તથા હ્યુડાઇ વર્ના કાર કિ. રૂા. ૧,પ૦,૦૦૦ એમ કુલ મળી ૧,૭૭,૦૦૦ નો મુદામાલ પકડી પાડી પો. હેડ કોન્‍સ. પ્રજ્ઞરાજસિંહ પ્રદ્યુમાનસિંહ જાડેજાની ફરીયાદ આધારે કાર્યવાહી કરેલ છે. પકડી પાડેલ આરોપીઓ (૧) કમલેશ જેતાભાઇ ભારવડીયા રહે. કલાણપર ગામ તા. ભાણવડ (ર) માંડાભાઇ ચનાભાઇ મોરી રહે. બીલેશ્વરગામ દીપડીયાપરા તા. રાણાવાવ (૩) નાથાભાઇ પીરાભાઇ કોડીયાતર રહે. બીલેશ્વરગામ દીપડીયાપરા તા. રાણાવાવ છે અને દારૂની સપ્‍લાય કરનાર આરોપી કાનાભાઇ વરજાંગભાઇ મોરી રહે. વાંસજાલીયા ફરાર થઇ ગયો છે.

આ કામગીરી જામજોધપુર પોલીસ ઇન્‍સ્‍પેકટર આર. જી. ચૌધરી તથા પો. સબ. ઇન્‍સ. કે. સી. વાઘેલા તથા એ. એસ. આઇ. વી. ડી. રાવલીયા તથા પોલીસ હેડ કો. પ્રજ્ઞરાજસિંહ પ્રદ્યુમનસિંહ જાડેજા તથા પો. કો. દિલીપસિંહ વાઘુભા જાડેજા તથા માનસંગભાઇ ઝાપડીયા દ્વારા કરેલ છે.

(11:48 am IST)