Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

ઉપલેટામાં છરીના ઘા ઝીંકી હુમલો : યુવક - યુવતીની હત્‍યા

અજાણ્‍યા શખ્‍સો બંને ઉપર હુમલો કરીને નાશી છૂટયા : પ્રેમ પ્રકરણમાં જીવલેણ હુમલો થયાનું પ્રાથમિક તારણ

 

 

(કૃષ્‍ણકાંત ચોટાઇ દ્વારા) ઉપલેટા તા. ૧૯ : ઉપલેટામાં આજે બપોરે યુવક અને યુવતી ઉપર છરીના ઘા ઝીંકીને હુમલો થતાં ખળભળાટ મચી ગયો છે. આ હુમલામાં બંનેના મોત મોત નિપજ્‍યા છે. જ્‍યારે યુવકને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્‍પિટલે ખસેડાયો હતો. જ્‍યાં સારવાર દરમિયાન મોત નિપજ્‍યું છે.

પ્રાપ્‍ત માહિતી મુજબ ઉપલેટાના જીકરી મસ્‍જિદ અને સતી માં ડેરી લોહાણા મહાજન વાડી વચ્‍ચે યુવક અને યુવતી ઉપર અજાણ્‍યા શખ્‍સોએ છરીના ઘા ઝીંકીને બંનેને ગંભીર હાલતમાં છોડીને નાશી છૂટયા હતા.

આ બનાવ બનતા લોકોના ટોળા ઘટના સ્‍થળે એકત્ર થઇ ગયા હતા. ગંભીર ઇજા થવાથી યુવતીનું ઘટના સ્‍થળે જ મોત નિપજ્‍યું હતું. જ્‍યારે યુવકને ગંભીર ઇજા થતાં ઉપલેટાની કોટેજ હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્‍યો હતો. જ્‍યાં યુવકનું પણ મોત થયું છે.

આ યુવક - યુવતી કોણ છે અને તેની ઉપર હુમલો કરનાર કોણ હતા ? તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે અને બંનેની ઓળખ મેળવવા જુદી-જુદી ટીમો દ્વારા તજવીજ હાથ ધરાઇ છે.

હુમલાખોરો છરીનું કવર ઘટના સ્‍થળે મુકીને નાશી છૂટયા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં આ બનાવ પ્રેમ પ્રકરણમાં બન્‍યો હોવાનું જાણવા મળ્‍યું છે. વધુ વિગતો મેળવાઇ રહી છે.

(11:55 am IST)