Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

જામનગરમાં નિર્માણ પામનાર ગ્‍લોબલ સેન્‍ટર ફોર ટ્રેડીશન મેડિસીનનું ‘રાજવૈદ્ય ઝંડુ ભટ્ટજી' નામ આપવા માંગણી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૧૯ : જામનગર ખાતે નિર્માણ થનારા આયુર્વેદ કેન્‍દ્રને રાજવૈદ્ય ઝંડુ ભટ્ટજીનું નામ આપવા માંગણી થઇ છે. પ્રાચીન સમયની ચિકીત્‍સા વેદોમાં જેનો ઉલ્લેખ કરવામાં આવ્‍યો છે ને ઋષિમુનિઓએ પણ આ રસશાળાઓનું સંશોધન કર્યું છે તે આયુર્વેદને વૈશ્વિક ઓળખ આપનાર રાજવૈદ્ય ‘ઝંડુ ભટ્ટ'ની સ્‍મૃતિમાં જામનગર ખાતે નિર્માણ પામનાર ગ્‍લોબલ સેન્‍ટર ફોર ટ્રેડીશન મેડિસીનને ઝંડુ ભટ્ટજીનું નામ આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવે છે.
ભૂતકાળમાં પ્રજાવત્‍સલ રાજવી પરિવારે પણ આયુર્વેદ ક્ષેત્રે અનેક પ્રકારની સખાવતો કરેલ છે. જામનગરના આયુર્વેદ યુનિવર્સિટીને વૈશ્વિક સ્‍તરે ઓળખ અપાવી છે ત્‍યારે નગરના આંગણે નિર્માણ થનારા પરંપરાગત ચિકીત્‍સા ક્ષેત્રના આંતરરાષ્‍ટ્રીય કેન્‍દ્રને નગરની વિભુતિ સમાન રાજવૈદ્યનું નામ આપી યોગ્‍ય સન્‍માન આપવા જામનગર કોંગ્રેસ સમિતીના મહામંત્રી ભરતભાઇ વાળાએ માંગણી કરી છે.

 

(11:44 am IST)