Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

ખેતરના પાકમાં નુકસાની જતાં જેતપુર લુણાગરીના વૃધ્‍ધે ઝેર પીધું

૭૦ વર્ષના પ્રવિણભાઇ નૈયા રાજકોટ સારવાર હેઠળ

રાજકોટ તા. ૧૯: જેતપુરના લુણાગરી ગામે રહેતાં પ્રવિણભાઇ હમીરભાઇ નૈયા (ગઢવી) (ઉ.વ.૭૦)એ ઝેરી દવા પી લેતાં જેતપુર સારવાર અપાવી રાજકોટ સિવિલમાં અને અહિથી ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયા છે.

પ્રવિણભાઇ ખેતી કરી ગુજરાન ચલાવે છે. તેને સંતાનમાં ચાર પુત્રી અને એક પુત્ર છે. સ્‍વજનના કહેવા મુજબ ખેતરમાં ઘઉં, કપાસ, બકાલાના પાકોમાં નુકસાની જતી હોઇ તે કારણે કંટાળી જતાં તેમણે ઝેરી દવા પી લીધી હતી. બેભાન હાલતમાં તેઓ સારવાર હેઠળ છે. ભાનમાં આવ્‍યે પોલીસ નિવેદન નોંધશે.

(11:35 am IST)