Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

૧૧૮ કરોડના બોગસ બિલીંગ કૌભાંડનો સુત્રધાર ભાવનગરનો હસન કલીવાલા મુંબઇ એરપોર્ટ પર ઝડપાયો

જીએસટીની ટીમે કબજો મેળવી ૨૧મી સુધી રીમાન્‍ડ પર મેળવ્‍યો : ૯ મહિનાથી ફરાર હતો

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૯: ભાવનગરમાં જી.એસ.ટી નંબરᅠમેળવી રૂ.૧૧૮ કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ આચરનાર ભાવનગરના મહંમદહસનᅠᅠઅસ્‍લમ કલીવાલાની મુંબઈ એરપોર્ટ પરથી ધરપકડ થયા બાદ સ્‍ટેટ જી.એસ.ટી.ની ટીમે તેનો કબજો મેળવી અમદાવાદની કોર્ટમાં રજૂ કરી ૨૧ મી સુધીના રિમાન્‍ડ મેળવ્‍યા છે.

અગાઉ તેના માતા-પિતાની ધરપકડ કર્યા બાદ છેલ્લા નવ માસથી ફરાર હસન દેશ છોડી ભાગી જવાની તૈયારીમાં હતો ત્‍યારે સેન્‍ટ્રલ એજન્‍સીની ટીમે તેને ઝડપી લીધો હતો. બોગસ બિલિંગ કૌભાંડમાં અત્‍યાર સુધીમાં કુલ ૧૩ ઈસમોની ધરપકડ થઇ છે.

(11:27 am IST)