Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

માણાવદરમાં હનુમાન જયંતીએ કોમી એકતા

 માણાવદરઃ તાલુકામાં હનુમાન જયંતીની ઠેર-ઠેર પૂજન અર્ચન તથા મહાપ્રસાદ અને મહાઆરતી સાથે ઉજવણી થઇ હતી. સાથે મહાવીર હનુમાન મંદિરે એન.જી.મીલ પાછળ તે વિસ્‍તારના લોકોએ કોમી એકતાના  દર્શન કરાવ્‍યા હતા. પાલિકાના પૂર્વ પ્રમુખ જગમાલભાઇ હુંબલ શાહિદ રાઠોડ, મનોજ દુદકિયા, સોહિલ રાઠોડ, હિરેન ચૌહાણ, સુભલભાઇ, ધર્મેન્‍દ્ર દુદકિયા સહિત હિન્‍દુ-મુસ્‍લિમ સમાજ દ્વારા સામૂહિક હનુમાન જયંતિ ઉજવણી કરી લોકોને પ્રસાદનું આયોજન કરી સમાજને એક અનોખી પહેલ કરી છે. કોમી એકતાના દર્શન કરાવેલ હતા. હડમતાળા મંદિરે સૌથી વધુ ૮ થી ૯ હજાર આશરે ભકતજનોએ પ્રસાદ લીધો હતો. ત્રયંમ્‍બકેશ્વર મંદિર, ચૈતન્‍ય હનુમાન મંદિર કે જે સૌથી પ્રાચીન મંદિરે ઉજવણી થઇ ભાલેચડા હનુમાનમંદિર, પંથુરી મંદિર, કષ્‍ટભંજન મંદિર સહિત ઠેર-ઠેર પૂજન-અર્ચન મહાઆરતી તથા મહાપ્રસાદથી ઉજવણી થઇ હતી. હનુમાન જયંતી ઉજવણીની તસ્‍વીર.(

(11:20 am IST)