Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

ભાવનગર નજીક અકસ્‍માતમાં દંપતીનું મોત

બાઇકને ડમ્‍પરે હડફેટે લેતા બાઇક પર જતા દંપતીનું મોતઃ ૩ વર્ષના પુત્રનો બચાવ

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૯: ભાવનગરના સિહોર નજીક બાઇકને ડમ્‍પરે હડફેટે લેતા પતિ પત્‍નીના મોત નિપજયા છે .જયારે ૩ વર્ષનાં બાળકનો આબાદ બચાવ થયો હતો.ᅠ
અકસ્‍માતની જાણવા મળતી વિગત મુજબ મૂળ સુરતનાં કતાર ગામ ખાતે રહેતાં ભદ્રેશભાઈ સુરેશભાઈ કમાણી (ઉં.વ.૩૦) તથા તેમની પત્‍ની પારૂલબેન ભદ્રેશભાઈ કમાણી (ઉં.વ.૨૮), પુત્ર શિવાંગ (ઉં.વ. ૩) પોતાના મોટર સાયકલ પર સિહોરનાં જાંબાળા ગામે પ્રસંગમાં હાજરી આપી દડવા ખાતે દર્શન કરવા માટે રવાના થયા હતા તે દરમિયાનમાં દ્યાંદ્યળીથી પાંચ કિ.મી. દુર આવેલ રાઘવ પેટ્રોલ પંપ પાસે ડમ્‍પરે હડફેટે લેતાં પતિ-પત્‍ની બંન્નેનાં સ્‍થળ પર જ કમકમાટીભર્યા મોત નિપજયા હતા. દરમિયાનમાં અકસ્‍માત સર્જાયાની થોડી પળોમાંજ સિહોર પોલીસની પેટ્રોલીંગમાં રહેલી પીસીઆરને સિહોર પી.આઈ. કે.ડી.ગોહિલએ આપેલી સુચનાનાં પગલે પીસીઆર વાને તાબડતોબ સ્‍થળ પર પહોંચી જઈ ત્રણ વર્ષનાં શિવાંગને સારવાર માટે હોસ્‍પીટલે ખસેડ્‍યો હતો. ત્‍યારબાદ પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

 

(11:09 am IST)