Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

જસદણ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જૂની પેન્‍શન યોજના અંગે આવેદન

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ, તા.૧૯: જસદણ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જૂની પેન્‍શન યોજના લાગુ કરવા બાબતે જસદણના ધારાસભ્‍યને આવેદનપત્ર પાઠવ્‍યું હતું.

જસદણ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ નારણભાઈᅠ સરિયા, મહામંત્રી મનીષભાઈ ગોસાઈ, ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ શાંતુભાઇ વી મોડા, રાજયના પ્રતિનિધિ સુરેશભાઈ રોજાસરા સહિતના શિક્ષકોએ જસદણના ધારાસભ્‍ય કુંવરજીભાઈ બાવળિયાને આવેદન પત્ર પાઠવ્‍યું હતું. ધારાસભ્‍ય મારફત સરકારને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્‍યા મુજબ જૂની પેન્‍શન યોજના ફરીથી ચાલુ કરવામાં આવે, ફિક્‍સ પગારના કેસ સુપ્રીમ કોર્ટમાંથી પરત ખેંચવામાં આવે અને ફિક્‍સ પગાર પ્રથા નાબૂદ કરવામાં આવે તથા કરાર આધારિત કર્મચારીઓ એનએચઆરએમ અને એસએસએ જેવી તમામ યોજનાના કર્મચારીઓને પૂરા પગારથી કાયમી કરવામાં આવે, સાતમા પગાર પંચના મોંઘવારી સહિતના તમામ લાભો કેન્‍દ્રના ધોરણે તા.૧-૧૦-૨૦૧૬ થી આપવામાં આવે, પ્રાથમિક શિક્ષક સિવાયના કર્મચારીઓને પણ સળંગ નોકરીનો લાભ મળે, શૈક્ષણિક કર્મચારી સિવાયના કર્મચારીઓને કેન્‍દ્રના ધોરણે ૧૦, ૨૦, ૩૦ મુજબ ત્રણ ઉચ્‍ચતર પગાર ધોરણનાં લાભ આપવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે. સરકારᅠ દ્વારા દસ દિવસમાં આ પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં રાજય કક્ષાએ મહા આંદોલનના કાર્યક્રમો આપવામાં આવશે તેમ આવેદનપત્રના અંતમાં જણાવવામાં આવ્‍યું છે. હારૂનભાઇ લોહિયા, અખીલભાઈ યાદવ,ᅠ બિપિનકુમાર જેઠવા, દિનેશકુમાર પટેલ, ભરતભાઈ પીપળીયા, મનનભાઈ બડમલીયા,ᅠᅠ વિશાલભાઈ પટેલ, પ્રજ્ઞેશભાઈ મેસવાણિયા, રવિભાઈ હરિયાણી, વિજયભાઈ લશ્‍કરી, ડેનિસભાઈ લખધરિયા, ઝીણાભાઈ તલસાણીયા, રામભાઈ પગી, રમેશભાઈ મકવાણા, નિલેશભાઈ મકવાણા, ભોળાભાઈ બાવળીયા, અનિલકુમાર રાઠોડ, મનીષભાઈ કચ્‍છી, પ્રતિકભાઇ વાછાણી, હેમેન્‍દ્રભાઈ પટેલ, રવિન્‍દ્રભાઈ મકવાણા, મનીષભાઈ પરમાર સહિતનાએ વિવિધ માગણીઓ વહેલી તકે પૂર્ણ કરવા જણાવ્‍યું હતું.

(10:52 am IST)