Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

માણાવદર કેળવણી મંડળ સંચાલિત કોલેજ અને આદિત્‍ય સ્‍કુલનો વાર્ષિકોત્‍સવ ઉજવાયો

જુનાગઢ તા.૧૮ : માણાવદર કેળવણી મંડળ સંચાલિત આર્ટસ, કોમર્સ અને કોમ્‍પ્‍યુટર સાયન્‍સ કોલેજ તથા આદિત્‍ય સ્‍કુલ માણાવદર દ્વારા શિક્ષણ સંસ્‍કાર તથા કલા પ્રતિભાના ત્રિવેણી સંગમ સમાન વાર્ષિકોત્‍સવ ર૦રરનું આયોજન કરવામાં આવ્‍યુહતુ.

આ પ્રસંગે પશુપાલન મંત્રી દેવાભાઇ માલમ, ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ચેતનભાઇ ત્રિવેદી, જિલ્લા શિક્ષણાધિકારી ઉપાધ્‍યાય જિલ્લા પંચાયતના પ્રમુખ દિનેશભાઇ ખટારીયા માણાવદર નગરપાલિકાના પ્રમુખ પુષ્‍પાબેન ગોરને આવકારવા પ્રમુખશ્રી જેઠાભાઇ પાનેરાએ સ્‍વાગત કર્યુ હતુ.

માણાવદર નગરપાલિકાના પ્રમુખ પુષ્‍પાબેન ગોરે દીપ પ્રાગટય કરીને વાર્ષિકોત્‍સવને ખુલ્લો મુકયો હતો.

જેઠાભાઇ પાનેરાએ ઉદઘાટક દેવાભાઇ માલમ તથા કાર્યક્રમના અધ્‍યક્ષ ડો.ચેતનભાઇ ત્રિવેદીનું શાલ ઓઢાડી પુષ્‍પગુચ્‍છ અને મોમેન્‍ટો આપી સ્‍વાગત કર્યુ હતુ. જિલ્લા પંચાયતના પ્રમુખ દિનેશભાઇ ખટારીયાનું તેમજ  જિલ્લા શિક્ષણ અધિકારી ઉપાધ્‍યાય ધર્મેશભાઇ પાનેરાએ શાલ ઓઢાડી પુષ્‍પગુચ્‍છ અને મોમેન્‍ટો આપી સ્‍વાગત કર્યુ હતુ. ગોપાલભાઇ કોઠારીનું સ્‍વાગત પ્રિન્‍સીપાલે  શાલ ઓઢાડી પુષ્‍પગુચ્‍છ અને મોમેન્‍ટો આપી કર્યુ હતુ. તેમજ નગરપાલિકાના પ્રમુખ પુષ્‍પાબેન ગોરનું સ્‍વાગત નિશાબેન પાનેરાએ શાલ ઓઢાડી પુષ્‍પગુચ્‍છ અને મોમેન્‍ટો આપી કર્યુ હતુ. કોલેજના રપ૦ જેટલા વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની જુદીજુદી પ્રવૃતિઓમાં ભાગ લીધો છે અને શિલ્‍ડ પ્રાપ્‍ત કર્યા છે. જે ખુબ જ ગર્વની વાત છે.

આ પ્રસંગે આદિત્‍ય સ્‍કુલના વિદ્યાર્થીઓ તેમજ કોલેજના વિદ્યાર્થીઓ જે જુદી જુદી પ્રવૃતિમાં ભાગ લઇ ઉતીર્ણ થયા છે. તેઓનું શિલ્‍ડ આપીને અભિવાદન કરવામાં આવ્‍યું હતું. તેમજ આ પ્રસંગે આદિત્‍ય સ્‍કુલના પ્રિન્‍સીપાલ પ્રવિણભાઇ સોલંકીએ આભારવિધી કરી હતી.

(10:51 am IST)