Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

ચોટીલા શહેરના જાહેર યુરીનલોની બદબૂથી લોકો ગ્રસ્‍ત

ચોટીલા : શહેરમાં જાહેર યુરિનલો ની અનિયમિત સફાઇ થતા યુરીનલો ગંદકીથી ખદબદતા જોવા મળે છે. લોકો દ્વારા નિયમિત સફાઇની માંગ કરવામાં આવી છે. ચોટીલા  મુખ્‍ય બજારની નજીકનાં સ્‍થળો એ ૨ યુરીનલ આવેલ છે જેનો લોકો વધુ ઉપયોગ કરતા હોય છે જેમા હાઇસ્‍કૂલ સામે આવેલ યુરિનલમાં પાણી ની સુવિધા ન હોવાથી સફાઇ અનિયમિત થાય છે જેને કારણે ગંદકી થી ખદબદતા જોવા મળે છે. યુરીનલ પાસે થી પસાર થતા લોકો ગંદી બદબુ ને કારણે ત્‍યાંથી પસાર થાય તો નાક આડા રૂમાલ રાખવા પડે છે. શહેરના જાહેર યુરિનલો ની નિયમિત સફાઇ હાથ ધરાય અને ગંદકી દૂર થાય તેમ લોકો ઇચ્‍છી રહ્યા છે.(તસ્‍વીરઃ હેમલ શાહ)

(10:50 am IST)