Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

નકલંક ગુરૂધામ શક્‍તિનગર ખાતે રામદેવ રામાયણ કથાનો પ્રારંભ

(દીપક જાની દ્વારા) હળવદ, તા.૧૯: અહીંના નકલંક ગુરૂધામ શક્‍તિનગર ખાતે તારીખ ૧૮ એપ્રિલને સોમવારના રોજથી રામદેવ રામાયણ કથાનો પ્રારંભ થશે. વ્‍યાસપીઠ પર રાધે કૃષ્‍ણ શાસ્ત્રીજી બિરાજમાન થઇ કથાનું સુમધુર શૈલીમાં રસપાન કરાવશે. જેમાં કથાનું રસપાન કરવા ભાવિ ભક્‍તોને જાહેર આમંત્રણ અપાયું છે.

કથાનું દીપ પ્રાગટ્‍ય વાસુદેવ બાપુ,કણીરામ બાપુ તથા ઉપસ્‍થિત સંતો- મહંતો તેમજ રાજકીય અગ્રણીઓની હાજરી કરવામાં આવ્‍યું હતું. કથા દરમિયાન તા.૨૦ના રોજ રામદેવજી મહારાજનો જન્‍મોત્‍સવ,તા.૨૧ના રોજ સગુણાબેનના લગ્ન, તા.૨૨ના રોજ રામદેવજી-વિરમદેવજીના વિવાહ, તા. ૨૩ના રામદેવપીરનો પાઠ તથા બીજનો પાઠ, તા. ૨૪ના રોજ હરજીભાઠીનું મિલન સાથે કથાની પૂર્ણાહુતિ થશે.

આ ઉપરાંત રાત્રિના સંતવાણી યોજાશે જેમાં તારીખ ૨૦ના રોજ ભજન સમ્રાટ હરસુખગીરી મહારાજ, ભજનિક નરસિંહ મહારાજ,ગોવિંદ-ગોપાલ, પ્રભાબેન રબારી તેમજ તા. ૨૩ના રોજ રામદાસ ગોંડલીયા, ભુપેન્‍દ્ર મહારાજ તથા રામ-લખન ભજનની જમાવટ કરશે. તા.૨૪ના રોજ વિષ્‍ણુ યજ્ઞ ૫૧ કુંડી. આ ઉપરાંત તા.૨૧ના ૨૪ દરમિયાન બ્‍લડ ડોનેશન કેમ્‍પ પણ યોજાશે.

સમગ્ર કથા શ્રવણ દરમ્‍યાન વિવિધ સ્‍થાનેથી સંતો-મહંતો મહાનુભાવો આગેવાનો આમંત્રિત મહેમાનો અને રાજવી પરિવાર તેમજ રાજકીય આગેવાનો પણ ઉપસ્‍થિત રહેશે. વધુમાં નકલંક ગુરુધામના મહંત દલસુખ બાપુએ શ્રી રામદેવ રામાયણ કથાનું રસપાન કરવા ભાવિ ભક્‍તો ને જાહેર આમંત્રણ આપ્‍યું છે આ કથા દરમ્‍યાન મહા પ્રસાદની પણ વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

(10:50 am IST)