Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

ભાવનગરમાં રેલવે હોસ્‍પિટલની દિવાલ સાથે બાઇક અથડાતા યુવાનનું મોત

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૯: ભાવનગર માં બાઈક રેલવે હોસ્‍પિટલ નજીક ની દિવાલ સાથે અથડાતા યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત થયું હતું.

અકસ્‍માતની જાણવા મળતી વિગત મુજબ શહેરના વિદ્યાનગર ખાતે આવેલી ગાંધી કોલોનીના પ્‍લોટ નંબર ૮૦ માં રહેતા રવિભાઈ મુકેશભાઈ પરમાર ( ઉ. વ.૨૮) પોતાનું મોટરસાયકલ નંબર જી.જેᅠ ૪ ડી એમ ૮૦૦૦ લઈને દ્યરેથી ચિત્રા તરફ જઈ રહ્યા હતા ત્‍યારે રેલવે હોસ્‍પિટલની દિવાલ સાથે અચાનક અથડાતા ગંભીર ઇજા થઈ હતી. ઇજાગ્રસ્‍ત યુવાનને ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ મારફત હોસ્‍પિટલે ખસેડવામાં આવેલ જયાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજયુંᅠ હતું. 

(10:49 am IST)