Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

ચોટીલાઃ આયંબીલ ઓળીની ઉગ્ર આરાધના

 ચોટીલા સહિત સમગ્ર ઝાલાવાડના જૈનોએ નવ દિવસ સુધી મીઠું, તેલ, મરચું સહિત ના તામસી ખોરાકનો ત્‍યાગ કરી ચોવીસ કલાકમાં ફક્‍ત એક વખત સાત્‍વિક ખોરાક આરોગી અને ઉકાળેલું પાણી પીને સતત નવ દિવસ સુધી આયંબીલની ઓળીની ઉગ્ર આરાધના પૂર્ણ કરી હતી. ચોટીલા દેરાવાસી ભોજન શાળામાં જૈન શ્રાવક ભાઇ-બહેનોએ કાળઝાળ ગરમી વચ્‍ચે નવ દિવસ સુધી ચોવીસ કલાકમાં ફક્‍ત એક વખત સાત્‍વિક ભોજન લઇ જીન ભક્‍તિમાં તરબોળ બની ઉગ્ર આરાધના કરી હતી. એક દિવસની આયંબીલ કરનાર કે નવ દિવસની આયંબીલની આરાધના કરનાર આરાધકો માટે તેલ મરચાં વિનાની સાત્‍વિક રસોઇ માટે જૈન દાતા ઓ અને જે તે ગામોના જૈન સંઘ દ્વારા સ્‍પેશ્‍યલ રસોડા શરૂ કરવામાં આવ્‍યાં હતાં. એકમની સવારે આયંબીલની ઓળી કરનાર આરાધકો જૈનમ જયતિ શાસનમના નાદ વચ્‍ચે પારણાં કરવામાં આવેલ હતા સમગ્ર ઝાલાવાડમાં જૈન સંઘો એ આયંબીલની તપસ્‍યા કરનાર તપસ્‍વીઓને ભાવભેર પારણા કરાવી બહુમાન કરવામાં આવેલ. તે તસ્‍વીર.

(10:29 am IST)