Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

હળવદના પ્રકાશનગર ગામે મૂર્તિ પ્રાણપ્રતિષ્‍ઠા મહોત્‍સવ તથા શ્રી હનુમાન ચરિત્ર ત્રિદિવસીય સત્‍સંગ સભાઃ

 હળવદઃતાલુકાના પ્રકાશનગર ગામ સમસ્‍ત હનુમાન ચરિત્ર ત્રિદિવસીય સત્‍સંગ સભા તથા મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવ ઉજવાઇ ગયો આ કથામાં વિદ્વાન વક્‍તા તરીકે શાષાી શ્રી દિપક રામદાસજી હળવદ લક્ષ્મીનારાયણ મંદિરના મહંત રહેલ અષ્ટકુંડી યજ્ઞ પણ યોજવામાં આ યજ્ઞના મુખ્‍ય આચાર્ય શ્રી કૌશિક ભાઈ ભૂદેવ રહેલા આ મંદિરમાં શ્રી રામજી ની મૂર્તિ , લક્ષ્મીજીની મૂર્તિ ,સીતાજી ની મૂર્તિ, રાધાકૃષ્‍ણની મૂર્તિ વગેરે મૂર્તિ ની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે આ પ્રસંગે અને આમંત્રિત સાધુ-સંતો ઉપસ્‍થિત રહેલ પોથીયાત્રા જલયાત્રા નગરયાત્રા ધાન્‍ય યાત્રા વગેરે યોજાયેલ તેમજ ભવ્‍ય લોક ડાયરો પણ આયોજન કરવામાં આવ્‍યું હતું આ સભાનું સંચાલન વેગડવાવ ગામના દિનુમહારાજે કરેલ આ કાર્યમાં પ્રકાશનગરનાᅠ સમસ્‍ત ગામના યુવાનોએ જહેમત ઉઠાવી હતી. (તસ્‍વીર-અહેવાલઃ હરીશ રબારી હળવદ)

(10:11 am IST)