Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

ધોરાજી ચૈતન્ય હનુમાનજી આશ્રમ આહવાન અખાડા ખાતે ત્રિદિવસીય મહોત્સવનું સમાપન થયું

શ્રી દિગંબર લાલુગિરિજી મહારાજના સાનિધ્યમાં અખંડ હનુમાન ચાલીસાના પાઠ સાથે મારુતિ યજ્ઞ યોજાયો

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી :  ધોરાજીના જન્માષ્ટમી મેળા ગ્રાઉન્ડ ખાતે આવેલું પ્રાચીન શ્રી ચૈતન્ય હનુમાનજી આશ્રમ શ્રી પંચ દશનામ આહવાન અખાડા ખાતે શ્રી દિગંબર લાલુગિરિજી મહારાજ ના સાનિધ્યમાં ત્રિદિવસીય મહોત્સવ યોજાયો હતો આ પ્રસંગે શાસ્ત્રી મુકેશઅદા વ્યાસ વિગેરે પંડિતો દ્વારા અખંડ હનુમાન ચાલીસાના પાઠ તેમજ મારુતિ મહા યજ્ઞ યોજાયો હતો

આ પ્રસંગે પૂર્વ મંત્રી અને રાજકોટના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ ધોરાજીના ધારાસભ્ય લલીતભાઈ વસોયા રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રી મનીષભાઈ ચાંગેલા અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ રાજકોટના ડેપ્યુટી એસપી મહર્ષિ રાવલ ધોરાજીના પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલ પ્રદેશ ભાજપ સદસ્ય વિ ડી પટેલ અગ્રણી ઉદ્યોગપતિ વિપુલભાઈ ઠેસીયા ધોરાજી વેપાર-ઉદ્યોગ મહામંડળના પ્રમુખ લલીતભાઈ વોરા ધોરાજી માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી ભુપતભાઈ કોયાણી સમસ્ત સિંધી સમાજના પ્રમુખ દિલીપભાઇ હોતવાણી ધોરાજી શહેર ભાજપના પ્રમુખ વિનુભાઈ માથુકિયા શહેર કોંગ્રેસના પ્રમુખ અરવિંદભાઈ વોરા નગરપાલિકાના કારોબારી ચેરમેન જગદીશભાઈ રાખોલીયા ઉપપ્રમુખ વિજયભાઈ અંટાળા (ભગવાન) સુધરાઇ સભ્ય ગોપાલભાઈ કોયાણી વિગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે મહાયજ્ઞનો દિવ્યા લાભ રમેશભાઈ બોદર અને તેમના પરિવારજનોએ લીધો હતો અને મોટી સંખ્યામાં લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. (તસવીર કિશોરભાઈ રાઠોડ)

(11:09 pm IST)