Gujarati News

Gujarati News

News of Saturday, 19th March 2022

અક્ષરનિવાસી પૂજય ભગવતચરણદાસજી સ્‍વામીની પુણ્‍યતિથિ નિમિત્તે રાજકોટ ભુપેન્‍દ્ર રોડ સ્‍વામિનારાયણ મુખ્‍યમંદિરે તથા જામજોધપુર મંદિરે ભજન - કીર્તન

ભુપેન્‍દ્ર રોડ સ્‍થિત સ્‍વામિનારાયણના કોઠારી શાષાી પૂ. રાધારમણસ્‍વામીની આગેવાનીમાં તથા જામજોધપુર સ્‍વામિનારાયણ મંદિરના કોઠારી પૂ.જે.પી. સ્‍વામી સહિત ધામેધામના સંતો મહંતોની ઉપસ્‍થિતિમાં કાર્યક્રમ

(દર્શન મકવાણા-વિનુ જોષી દ્વારા) જામજોધપુર-જૂનાગઢ,તા. ૧૯ : જામજોધપુર માં સ્‍વામિનારાયણ મંદિર તેમજ શિક્ષણસંસ્‍થાના સ્‍થાપક , શ્રી રાધારમણ દેવ સત્‍સંગ વિકાસ પરિષદનાᅠ સ્‍થાપક ,સ્‍વામિનારાયણ સંપ્રદાયના મહાન સંત સદગુરુ શાષાી પ.પૂ.શ્રી ભગવતચરણદાસજી સ્‍વામીની પુણ્‍યતિથિ નિમિતે રાજકોટ ભુપેન્‍દ્ર રોડ સ્‍થિત સ્‍વામિનારાયણ મંદિર મુકામે મંદિરના કોઠારી શાષાી પૂ.રાધારમણસ્‍વામીની આગેવાનીમાં તથા જામજોધપુર સ્‍વામિનારાયણ મંદિરનાં કોઠારી પૂ. જગતપ્રસાદ દાસજી સ્‍વામી તેમજ પૂ. હરીચરણદાસજી સ્‍વામી ,ખીરસરા થી પૂ. ભક્‍તિસ્‍વામી , વીરપુર થી પૂ. નિર્મળસ્‍વામી , ગોંડલથી પૂ. આનંદસ્‍વામી , બાલાજી મંદિર ના કોઠારી પૂ. વિવેકસાગરસ્‍વામી ,મંદિરના પૂજારી પૂ. ભક્‍તવત્‍સલ સ્‍વામી , પૂ. મુનિવત્‍સલસ્‍વામી સહિત ધામે ધામના સંતો મહંતો ની વિશેષ ઉપસ્‍થિતિ માં ભજન કીર્તનનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ તકે સેવકગણ તેમજ બહોળી સંખ્‍યામાં હરિભકતો ઉપસ્‍થિત રહ્યા હતા. અને ભજન કીર્તન નો લાભ લીધો હતો. તથા જામજોધપુર સ્‍વામિનારાયણ મંદિરે કીર્તન યોજાયા હતા. તેમજ જામજોધપુર માં ગરીબોને અનાજ કીટ વિતરણ , પાંજરાપોળ ની નિરાધાર ગાયોનું લીલું દ્યાસ ,પક્ષીઓને ચણ સહિતના સેવા કાર્યો કરવામાં આવ્‍યા હતા.

અનુપમ આત્‍મીયતા , અનેરી સરળતા ,આગવી સહજતા , અનહદ સુહદભાવ અને અપ્રતિમ સાધુતાનું મુર્તિ માન સ્‍વરૂપ એવા પરમ પૂજયઅક્ષર નિવાસી શાષાી સ્‍વામીશ્રી ભગવતચરણદાસજી સ્‍વામીએ તેમની આ પૃથ્‍વીપટની પ્રભુપ્રેરિત યાત્રા દરમિયાન પ્રભુભક્‍તિ અને ગુરુભક્‍તિના અનોખા સમન્‍વયનું પૂ. સ્‍વામીએ દર્શન કરાવ્‍યું.

અ.નિ.પ.પૂ.શ્રી ભગવતચરણદાસજી સ્‍વામીએ જૂનાગઢ સ્‍વામિનારાયણ મુખ્‍યમંદિર તેમજ ગોંડલ મંદિરના મહંત તરીકે રહીને સત્‍સંગ વિકાસના કાર્યો કર્યા છે. માણાવદરમાં રહીને કથાવાર્તા દ્વારા સત્‍સંગ પોષણના કાર્યો કર્યા છે.જૂનાગઢ રાધારમણ દેવ ટેમ્‍પલ બોર્ડમાં પાંચ વર્ષ સુધી ટ્રસ્‍ટી પદે રહીને મહામુલુ યોગદાન આપ્‍યું છે. સત્‍સંગ વિકાસ પરિષદના પ્રમુખ તરીકે રહીને જીવન પર્વત ગામડાઓમાં સતત વિચરણ કરી હજારો લોકોને નવ્ર્‌યસની અને સદાચારી બનાવ્‍યા , શિક્ષણ સંસ્‍થાની સ્‍થાપના કરી અને ગરીબᅠ પરિવારના બાળકોને મફત શિક્ષણ આપી સમાજ ઉત્‍થાન અને ઉતકર્ષની શ્રેષ્ઠ કામગીરી કરી સંપ્રદાયની સેવામાં બે ઉત્તરાધિકારી તરીકે કોઠારી સ્‍વામી પૂ.જગતપ્રસાદજી અને શાષાી સ્‍વામી પૂ. રાધારમણસ્‍વામી આપ્‍યાં છે.

જેમાં હાલ પૂ.જગતપ્રસાદદાસજી સ્‍વામી જામજોધપુરમાં સેવા આપી રહ્યા છે. તથા પૂ. રાધારમણસ્‍વામી હાલᅠ રાજકોટ ભુપેન્‍દ્ર રોડ સ્‍થિત સ્‍વામિનારાયણ મુખ્‍ય મંદિરમાં મહંત તરીકે રહીને સેવા આપી રહયા છે.કહેવાય છે કે પિતાના ગુણ પુત્રમાં ઉતરતા હોય છે જયારે ગુરુના ગુણ શિષ્‍યમાં ઉતરી આવે છે એવા અ.નિ.સદગુરુ પ.પૂ. શ્રી ભગવતચરણદાસજીના સંપૂર્ણ ગુણ

(11:44 am IST)