Gujarati News

Gujarati News

News of Saturday, 19th March 2022

મુળીના સોમાસર ગામે શરીર સંબંધ બાંધવા ધમકી આપી

વઢવાણ,તા.૧૯ : મૂળી તાલુકાનાં સોમાસર ગામે રહેતી મહિલા કુદરતી હાજતે જતા ગામનો યુવક ત્‍યાં ગયો હતો.જયાં હાથ પકડી શરીર સબંધ બાંધ નહીંતર તને અને તારા છોકરાને પતાવી દઇશ તેમ કહી માર માર્યાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધ્‍યો છે. ૩૨ વર્ષીય મહિલા બપોરનાં ત્રણેક વાગ્‍યાનાં અરસામાં કુદરતી હાજતે બાવળોની કાંટમાં ગઇ હતી.

જયાં અગાઉથી ઉભેલા ગામનાં યુવક સંજયભાઇ રમેશભાઇ કોડિયાએ મહિલાનું બાવડુ પકડી મારે તારી સાથે શરીર સબંધ બાંધવો છે. અને જો તેમ નહીં કરે તો તને અને તારા છોકરાને પતાવી દઇશ તેમ કહી માર મારી ઇજાઓ પહોંચાડાતા આ અંગે યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ રોહિતભાઇ રાઠોડ ચલાવી રહ્યા છે.

(10:35 am IST)