Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

ચૂંટણીમાં ઉમેદવારો વિશે માહિતી મેળવવાનો મતદારોનો પ્રાથમિક અધિકાર : ગુજરાત હાઈકોર્ટ

જામનગરના ઉમેદવારના ફોર્મમાં કેટલીક માહિતી છુપાવૈ હોવાથી ફોર્મ રદ કરવા અરજીનો નિકાલ કરતા ટિપ્પણી

જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉમેદવારે તેના હરીફ ઉમેદવારના ફોર્મમાં કેટલીક માહિતી છુપાવવામાં આવી છે, જેથી તેનો ફોર્મ રદ કરવા માટે ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરાયેલી અરજીનો નિકાલ કરતા કોર્ટે કહ્યું કે ચૂંટણીમાં તેમના ઉમેદવારો કોણ છે તેની માહિતી મેળવવાનો મતદારોનો પ્રાથમિક અધિકાર છે.

ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે બાંધરણના અનુછેદ 19(1)(a)ની જોગવાઈઓ પ્રમાણે મતદારોને તેમના ઉમેદવારો વિશે માહિતી મેળવવાનો અધિકાર છે. નોમિનેશન ફોર્મ સાથે સોગંદનામું દાખલ કરવાનો હેતુ નાગરિકોને તેમના મૂળભૂત અધિકાર પૂરો પાડવાનો છે. નોમિનેશન ફોર્મ દાખલ કરતી વખતે ઉમેદવારની માહિતી નાગરિકો મેળવી શકે છે. રિટર્નિંગ ઓફિસર ઉમેદવારને માહિતી ઉપલબ્ધ કરાવવા ફરજ પાડી શકે છે.

હાઇકોર્ટે વધુમાં કહ્યું કે ઉમેદવાર જ્યારે એફિડેવિટ દાખલ કરે છે, ત્યારે તેણે પુરી માહિતી ભરી છે કે કેમ એ ચકાસવાનો રિટર્નિંગ ઓફિસરને પૂરો અધિકાર છે, કારણ કે આ માહિતી થકી નાગરિકો તેમના ઉમેદવારો વિશે જાણવાનો અધિકાર મળે છે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના એક ઉમેદવારો કે જેનું પોતાનું નોમિનેશન ફોર્મ સ્વીકારાઈ ગયું છે. તેણે પોતાના હરીફ ઉમેદવારનું ફોર્મ રદ કરાવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરતા કહ્યું હતું કે તેના હરીફ ઉમેદવારે ગુનાહિત ઇતિહાસ અંગેની માહિતી જાહેર કરી નથી અને માટે ફોર્મ રદ કરવામાં આવે તેવી દાદ માંગી હતી.

(11:53 pm IST)