Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

હસ્તકલા સેતુ યોજના અંતર્ગત મોટી ખાવડી તથા વસઇ ખાતે કૌશલ્ય વર્ધન તાલીમ

જામનગર,તા.૧૮ :  કમિશ્નર કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ દ્વારા પ્રાયોજીત તથા ભારતીય ઉદ્યમીતા વિકાસ સંસ્થાન, ગાંધીનગર દ્વારા અમલીકૃત 'હસ્ત કલા સેતુ યોજના' અંતર્ગત જામનગર જિલ્લામાં મોટી ખાવડી તથા વસઈ ગામ ખાતે ડીઝાઈન અને પ્રોડકટ ડેવલોપમેન્ટની પેચ વર્કની તાલીમનું આયોજન કરવામાં આવેલ હતું. જે પૈકી મોટી ખાવડી ગામ ખાતે  ડિઝાઇન ડેવલોપમેન્ટની પાંચ દિવસની તાલીમ પુર્ણ થઈ ચુકેલ છે તથા આગામી દિવસોમાં દ્વિતીય તબક્કામાં બીજા પાંચ દિવસની પ્રોડકટ ડેવેલોપમેન્ટની તાલીમનું આયોજન થનાર છે. આ ઉપરાંત વસઈ ગામ ખાતે તા. ૧૪-૦૯-૨૦૨૧ થી ૧૮/૦૯/૨૦૨૧ એમ પાંચ દિવસની તાલીમ હાલ કાર્યરત છે. બન્ને સ્થળોને મળી કુલ ૬૦ જેટલા હસ્તકલાનાં કારીગરોને આ તાલીમનો લાભ મળી રહ્યો છે. હસ્તકલા સેતુ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય સંસ્કૃતિની લુપ્ત થતી કળાને પ્રોત્સાહીત કરવી તથા કારીગરોને મજુરી કામમાંથી બહાર કાઢી વ્યવસાય તરફ આગળ લઇ જવાનો છે.

કાર્યક્રમનું આયોજન જી.સી.આઇ.ડી.સી. જામનગર કચેરીનાં ડિસ્ટ્રીકટ લીડ જયદેવસિંહ જાડેજા, ડિસ્ટ્રીકટ ઇન્ટપ્રેન્યોરશીપ લીડ  હેમલ ચૌહાણ, ક્રેડિટ લિન્કેજ એકસ્પર્ટ  કિશન લગારીયા, ડિસ્ટ્રીકટ પ્રમોશન એકસ્પર્ટ   વિષ્ણુકુમાર વાલ્વાતથા ઇ એન્ડ વાય તરફથી  સાગર ડોડીયા દ્વારા કરવામાં આવેલ છે.પેચ વર્કની તાલીમ પાટણથી આવેલ માસ્ટર ટ્રેનર શ્રીમતી સુભદ્રાબેન ગર્વા દ્વારા આપવામાં આવી રહેલ છે તથા રીસોર્સ પર્સન તરીકે કુ. સેજલ આશરની મદદ લેવામાં આવેલ છે તેમ ડિસ્ટ્રીકટ લીડ   જી.સી.આઇ.ડી.સી., જામનગરની યાદી દ્વારા જણાવાયું છે.

(1:04 pm IST)