Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

મોરબી “આપ” દ્વારા સ્વતંત્રતા પર્વની તિરંગા યાત્રા યોજી કરી ઉજવણી

તિરંગા યાત્રા શુભાસચંદ્ર બોઝની પ્રતિમા (સરદારબાગ સામે) થી શહીદ ભગતસિંહ પ્રતિમા(સરકારી હોસ્પિટલ) સુધી પગપાળા યોજાઈ .

મોરબી :આમ આદમી પાર્ટી મોરબી દ્વારા ૭૫માં સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે તિરંગા યાત્રા યોજવામાં આવી હતી.જેમાં આમ આદમી પાર્ટીના હોદેદારો હાજર રહ્યાં હતા.

ભારત દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થતાં “આપ” લોકસભા ઇન્ચાર્જ રાજેશ પીંડોરીયા, લોક સભા સચિવ, સંજય બાપટ અને આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયાની આગેવાનીમાં તિરંગા યાત્રા યોજવામાં આવેલ હતી

આ તિરંગા યાત્રા શુભાસચંદ્ર બોઝની પ્રતિમા (સરદારબાગ સામે) થી શહીદ ભગતસિંહ પ્રતિમા(સરકારી હોસ્પિટલ) સુધી પગપાળા યોજવામાં આવી હતી જેમાં આમ આદમી પાર્ટી મોરબીના હોદેદારો ઉપસ્થિત રહ્યાં હતા.

(12:32 am IST)