Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

મોરબીના લૂંટાવદર પાસેથી એલ.સી.બી ટીમે કારમાંથી દારૂનો જથ્થો ઝડપ્યો : દારૂની હેરાફરી કરનાર બને શખ્સો નાસી છુટ્યા

મોરબી એલ.સી.બી ટીમે લુટાવદર પાસેથી કારમાંથી દારૂનો જથ્થો જપ્ત કર્યોં દારૂની હેરાફરી કરનાર બને શખ્સો નાસી છુટ્યા તેને ઝડપવા માટે પોલીસ કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની મળતી વિગત મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાની સુચનાથી અને એલ.સી.બી પી.આઈ વી.બી. જાડેજાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ટીમ પેટ્રોલીંગમાં હોય ત્યારે સહદેવસિંહ જાડેજા તથા વિક્રમસિંહ બોરાણાને બાતમી મળી હતી કે ફોર્ડ ફીયાસ્ટા કાર નં-GJ-10-F-9728_વાળીમાં અંગ્રેજી દારૂનો જથ્થો ભરી માળીયા તરફથી પીપળીયા ચાર રસ્તા તરફ આવતી હોય ચોકકસ બાતમીના આધારે પીપળીયા ચાર રસ્તા પાસે હાઇવે રોડ ઉપર હકીકત વાળી કારની વોચમાં હોય ત્યારે તે શ્કાપ્સ્દ કાર આવતા તેને રોકવા ખાનગી વાહનની આડશ કરી કાર રોકવા ઇશારો કરતા કાર ચાલકે હાઇવે રોડ ઉપર વાહનોના ટ્રાફીકનો લાભ લઇ કાર રોકેલ નહીં જે કારનો પીછો કરતા કાર ચાલકે કાર લુટાવદર ગામના પાટીયા નજીક રોડ સાઇડમાં યુ ટર્ન મારવા જતા માટીમાં ફસાઇ જતા કારનો ચાલક તથા તેની સાથેનો એક ઇસમ અંધારા તેમજ બાવળની ઝાડીનો લાભ લઇ નાશી ગયેલ હોય જે કારમાંથી ભારતીય બનાવટની અંગ્રેજી દારૂની મેગડોવેલ્સ-૦૧ સુપ્રીરીયર વ્હીસ્કીની બોટલો નંગ ૪૨૦ કીંમત રૂપિયા ૧,૫૭,૫૦૦ તથા ફોર્ડ ફીયાસ્ટા કાર નં-GJ-10-F-9728 કીમત રૂપિયા ૨,૦૦,૦૦૦ મળી કુલ કીમત રૂપિયા ૩,૫૭,૫૦૦ નો મુદામાલ મળી આવતા કાર ચાલક તથા તેની સાથેના એક ઇજાણ્યા એમ બે આરોપીઓ વિરૂધ્ધ મોરબી એલ.સી.બીએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ધારા હેઠળ ગુનો નોધાવી તેને ઝડપવા માટેની કાર્યવહી હાથ ધરી છે.

(1:45 pm IST)