Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

જૂનાગઢમાં સમસ્ત મુસ્લિમ સમાજનો કેમ્પ યોજાયો રેકોર્ડ બ્રેક ૭૮૬ બોટલ રકત એકત્રિત

શહેરમાં અનોખી રીતે મહોરમની ઉજવણી કરવામાં આવી

જૂનાગઢ,તા.૧૭ :  જૂનાગઢ શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા અનોખી રીતે મહોરમ અને સ્વાતંત્રય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે યોજાયેલ રકતદાન કેમ્પમાં રેકોર્ડ બ્રેક ૭૮૬ બોટલ રકત એકત્રિત થયું હતું જે સિવીલ હોસ્પિટલને અપાયું હતું. આ અંગે કેમ્પના આયોજક રાજુભાઇ વલીભાઇ સાંધ અને હાજી અશરફભાઇ હાલાએ જણાવ્યું હતું કે, જૂનાગઢ શહેરમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું. શહીદે કરબલા હઝરત ઇમામ હુસૈન અને તેમના ૭૨ શહીદોની યાદમાં સ્વાતંત્રય પર્વના દિવસે ગાંધીચોક સ્થિત સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે સવારના ૧૧થી સાંજના ૬ વાગ્યા સુધી આ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. દરમિયાન મોટી સંખ્યામાં રકતદાતાઓ ઉમટી પડ્યા હતા અને રેકોર્ડ બ્રેક ૭૮૬ બોટલ રકત એકત્રિત થયું હતું. એકત્રિત થયેલું રકત જીએમઇઆરએસ મેડીકલ કોલેજ અને હોસ્પિટલને અપાયું હતું જેથી હોસ્પિટલના જરૂરિયાતમંદ, બિમાર અને થેલેેસેમીયાગ્રસ્ત બાળકોને મળી શકે. આ તકે હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. સુશીલ કુમાર પણ ઉપસ્થતિ રહ્યા હતા. 

(1:27 pm IST)