Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

પોરબંદર : રાજય સરકારના ફિશીંગ અંગેના પરીપત્રનો ભંગ કરનારા સામે પગલા લેવા માછીમારી બોટ એસો.ની માંગણી

પોરબંદર તા.૧૭ : ગુજરાતમાં માછીમારી સીઝન ૧ ઓગસ્ટના બદલેે ૧ સપ્ટેમ્બર કરવાના રાજય સરકારના પપિત્ર ખુલ્લેઆમ ભંગ કરનાર માછીમારો ઉપર કાયદાકીય સખત પગલા ભરવા અંગે માછીમાર બોટ એસો. પ્રમુખ મુકેશભાઇ પાંજરીએ સરકારમાં રજુઆત કરી છે.

ગુજરાત સરકાર દ્વારા માછીમારોના હિતને ધ્યાનમાં લઇ માછીમારીની નવી સીઝન ૧ સપ્ટેમ્બરથી ખોલવાનું નકકી કરવામાં આવેલ. જે માટે ગુજરાતના તમામ બંદરોના માછીમાર આગેવાનો દ્વારા  રાજય સરકારના પગલા આવકારી માછીમારી સીઝન ૦૧ સપ્ટેમ્બરથી ખુલે તેમજ દરેક માછીમારનું ભલુ છે. તેવી સહમતી ગુજરાતભરના માછીમારોએ આપીહ તી. વેરાવળના આગેવાનો દ્વારા પણ રાજય સરકારમાં માછીમારી સીઝન ૦૧ સપ્ટેમ્બરથી ખોલવા રજુઆત કરવામાં આવી હતી. પણ વેરાવળના અમુક માછીમાર આગેવાનોએ સરકારના પરિપત્રનો ભંગ કરીને પોતાની બોટો અને તેમના ગ્રુપની બોટો માછીમારી કરવા માટે મોકલાવેલ છેે. છતાં તેમના ઉપર કોઇ પ્રકારના એકશન લેવામાં આવેલ નથી.

ફિશરીઝના અધિકારી દ્વારા એમ જણાવવામાં આવે છે કે અહીંયાથી એક પણ બોટ ગયેલ નથી. તો પછી તા.૧૩ ઓગસ્ટના રોજ જે કોસ્ટગાર્ડ અને મરીન પોલીસ દ્વારા સમુદ્રમાં ફિશીંગ કરતી બોટો જપ્ત કરેલ અને તેના ઉપર એકશન લીધા તે બોટ કયાંથી ગયેલ તે વિચારવા લાયક છે. આ બોટોમાં નામ અને નંબર ન હોવા છતાં તેમની ઉપર મામુલી દંડ લઇને જતી કરવામાં આવે છે અને આજની તારીખે પણ વેરાવળ બંદર ઉપરથી બોટો ફિશીંગ કરવા જઇ રહી છે અને સરકારશ્રીના પરિપત્રનો ખુલ્લેઆમ ઉલ્લંઘન થઇ રહયુ છે. છતાં સરકારશ્રી દ્વારા તે બોટો ઉપર એકશન લેવામાં આવેલ નથી. તેમ રજુઆતમાં જણાવેલ છે.

છેલ્લા બે વર્ષથી કોરોના મહામારી અને ઉપરા ઉપરી આવતા વાવાઝોડા અને ડીઝલના ભારે ભાવ વધારાના કારણે તેમજ માછીમારી સીઝન સંપુર્ણ બરબાદ થવાથી વ્યાજના દેવાના ડુંગર નીચે માછીમારી બેહાલ છે. ગુજરાતના દરેક બંદરોની આજ સ્થિતિ છે માછીમારોની હાલત અત્યંત ખરાબ છે.

પરંતુ વેરાવળના માછીમાર આગેવાનો દ્વારા રાજય સરકારના પરિપત્રનો ભંગ કરીને ર૦૦ થી ૩૦૦ બોટો માછીમારી માટે દરિયામાં રવાના કરવામાં આવેલ છે. જે માટે  ગુજરાતભરના માછીમારોમાં ભારે વિરોધ અને આક્રોશ ઉભો થયેલ છે. આ સામે ગુજરાતભરમાંથી માછીમારો દ્વારા રાજય સરકાર, મત્યસ્યદ્યોગ વિભાગ, કોસ્ટગાર્ડ, મરીન પોલીસ વગેરેમાં માછીમારો દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવી વેરાવળમાંથી આ પ્રકારની પ્રવૃતિ અટકાવવા માંગણી કરવા છતા વેરાવળ ખાતેથી જે ફિશીંગ બોટો કાયદાનો ભંગ કરી દરિયામાં માછીમારી માટે જઇ રહી છે. જે સામે કડક પગલા લેવા રજુઆતમાં જણાવેલ છે. 

(1:21 pm IST)