Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

મોરબી જિલ્લા માલધારી સમાજના પ્રમુખ, ટંકારા તા. પં.પૂર્વ પ્રમુખ આપમાં જોડાયા

મોરબી : મોરબી જિલ્લા માલધારી સમાજના પ્રમુખ રમેશભાઇ લધુભાઈ ગમારા તેમજ માલધારી સમાજનાં આગેવાનો આમ આદમી પાર્ટી માં જોડાયા હતા તો ટંકારા તાલુકા પંચાયતનાં પુર્વ પ્રમુખ અને ટંકારા ભાજપ નાં ખુબ જુના અગ્રણી પોપટભાઈ અજરામભાઈ ગોસરા ભાજપ સાથે છેડો ફાડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આ તકે મોરબી જિલ્લા મહા મંત્રી જસવંતભાઈ કગથરા ઉપપ્રમુખ સંજયભાઈ ભટાસણા ટંકારા તાલુકા પ્રમુખ નરોતમભાઈ ગોસરા તેમજ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. 

(1:18 pm IST)