Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

માહિ મિલ્ક દ્વારા સ્વાતંત્ર પર્વની ઉજવણી

રાજકોટઃ દેશને આત્મનિર્ભર બનાવવા માટે સૌપ્રથમ આપણે સૌએ આત્મનિર્ભર બનવુેં પડશે. હવે સમય આવી ગયો છે કે કોઈ અન્ય પર આધારિત રેહેવાના બદલે આપણે આપણી ક્ષમતાનો પૂરો ઉપયોગ કરીએ. તેમ દેશના ૭૫માં સ્વાતંત્ર્યદિન નિમિતે ધ્વજવંદન બાદ માહી કંપનીના ચીફ એકિઝકયુટિવ ડો.સંજય ગોવાણીએ જણાવેલ. માહી કંપનીના ખંઢેરી ખાતે આવેલા કેટલફીડ પ્લાન્ટના વિશાળ મેદાનમાં સ્વાતંત્ર્ય દિન નિમિતે ધ્વજવંદન કરી કંપનીના કર્મચારીઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. વિવિધ જિલ્લાઓમાં આવેલી કંપનીની કચેરીઓ ખાતે તેમજ ગ્રામ્ય કક્ષાએ પણ કર્મચારીઓ, સહાયકો, દૂધ ઉત્પાદકો વગેરે કાર્યક્રમમાં જોડાયા હતા. રાષ્ટ્રીય પર્વની આ ઉજવણી દરમિયાન સરકારશ્રીની ગાઈડલાઈન અનુસાર તમામ લોકોએ માસ્ક પહેરી અને સોશિયલ ડિસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન કર્યુ હતું.

(12:00 pm IST)