Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

કાલાવડ તાલુકા લેઉવા પટેલ સેવા સમાજ સંચાલીત શાળાઓમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી

કાલાવડ : તાલુકા લેઉવા પટેલ સેવા સમાજ સંચાલીત બી.બી એન્ડ પી.બી. હીરપરા કન્યા વિદ્યાલય, શ્રી કન્યા પ્રાથમિક વિદ્યાલય, કાલાવડ ઇંગ્લીશ મિડીયમ સ્કુલ તથા શ્રી અકબરી કન્યા છાત્રાલય કાલાવડમાં ૭પમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરાઇ હતી. પ્રમુખ ગોપાલભાઇ અકબરીના હસ્તે ધ્વજવંદન કરાયુ. ઉપપ્રમુખ મગનભાઇ શિયાણી, જમનભાઇ તારપરા, ખજાનચી વેલજીભાઇ સભાયા, ટ્રસ્ટી બાબુભાઇ કપુરીયા, બટુકભાઇ કપુરીયા, રમણીકભાઇ અકબરી, ગાંડુભાઇ ડાંગરીયા, આંબાભાઇ પાંભર, સંજયભાઇ ડાંગરીયા, એમ.પી.ડાંગરીયા, કશ્યપભાઇ વૈષ્ણવ, ગીરધરભાઇ પટોળીયા, પરસોતમભાઇ કથીરીયા, પરસોતમભાઇ ફળદુ, રમેશભાઇ તાળા, ઓધાભાઇ આંબલીયા, વલ્લભભાઇ રાખોલીયા, રમેશભાઇ તારપરા, વિનુભાઇ રાખોલીયા, ભુમીતભાઇ ડોબરીયા, હિતેશભાઇ, હેમાંગભાઇ, છગનભાઇ સોરઠીયા તથા મહિલા મંડળના પ્રતિનિધિ તથા સંસ્થાના આચાર્ય અમીપરા પાર્વતીબેન તથા સર્વ સ્ટાફગણ તથા વિદ્યાર્થીની બહેનો હાજર રહ્યા હતા.

(11:42 am IST)