Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

તળાજામાં યુવાનને છરી ના ઘા ઝીંકાયા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૭ : ભાવનગર જિલ્લાના તળાજાના ગોપનાથ રોડ પર સદવિચાર હોસ્પિટલની પાછળના ભાગે એક યુવાન પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો.અહીં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવેલ. હુમલો કરનાર ઈસમ નજીકમાં જ રહેતો હોવાનું જાણવા મળી રહ્યું છે.

મહેન્દ્ર બાબુભાઈ વાઢેર ઉર્ફે કાળુંને છાતીના ભાગે અને હાથ ઉપર છરીના ઘા ઝીકાયા હતા જેનેલઈ બાજુમાં જ આવેલ ડો. બલદાનિયાની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે લઈ જવામાં આવેલ.વધુ સારવાર માટે

ભાવનગર ખાતે લઇ ગયા હતા.ઇજા ગ્રસ્ત યુવાને હુમલો કરનારને જોયે ઓળખતો હોવાનું જણાવ્યું હતું. બાદમાં જાણવા મળ્યુ હતુંકે હુમલો કરનાર નીતિન નામનો ઈસમ છે. અગાઉ તે ભારે ગુન્હાના આરોપી તરીકે પોલિસ સકંજામાં આવેલ હતો.

જુગાર રમતા ઝડપાયા

રાણીકા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા અલ્પેશ જેન્તી પ્રજાપતિ, સાગર દિનેશભાઇ મકવાણા, અજય શંકરભાઇ રાઠોડ, સાગર ઘનશ્યામભાઇ યાદવ અને પંકજ ભરતભાઇ નામના પાંચ શખ્સોને સી-ડીવીઝન પોલીસના સ્ટાફે રૂ. ૧૧૧૫૦ રોકડા અને જુગારના સાહિત્ય સાથે ઝડપી લીધા હતા.

(11:37 am IST)