Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

મોરબીમાં ત્રણ સ્થળે જુગાર દરોડા :૧૯ પત્તાપ્રેમીઓ ૬૦ હજારથી વધુની રોકડ સાથે ઝડપાયા

નજરબાગ રેલ્વે સ્ટેશન નજીક જુગાર રમતા નવ ,અરુણોદય સર્કલ નજીક પાંચ અને વિસીપરા વિસ્તારમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

મોરબીના નજરબાગ રેલ્વે સ્ટેશન નજીક જુગાર રમતા નવ પત્તાપ્રેમીઓ ઝડપાયા

મોરબીના નજરબાગ રેલ્વે સ્ટેશન નજીક જાહેરમાં જુગાર રમતા નવ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી.
મોરબી બી ડીવીઝન પોલીસે નજરબાગ રેલ્વે સ્ટેશન સામે જાહેરમાં જુગારની બાતમી મળતા દરોડો કર્યો હતો જેમાં જુગાર રમતા અયુબ કાસમ પઠાણ, ચંદુલાલ લાલજીભાઈ સનારીયા, રાયધન મોહનભાઈ સાતોલા, ચંદુભાઈ પોપટભાઈ સીરોહિયા, કેશુભાઈ લાખાભાઈ ચાવડા, રતિલાલભાઈ અરજણભાઈ પરમાર, હરિભાઈ કલાભાઈ મકવાણા, હનીફ ઈસ્માઈલ જુણેજા અને વસંત ગોવિંદભાઈ ચાવડા એમ નવ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને પોલીસે ૩૮,૭૦૦ ની રોકડ રકમ જપ્ત કરી હતી.
મોરબીના અરુણોદય સર્કલ નજીક જુગાર રમતા પાંચ ઝડપાયા
મોરબીના અરુણોદય સર્કલ નજીક જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબી સીટી બી ડીવીઝન પોલીસે અરુણોદય સર્કલ નજીક ભીમસર વિસ્તારમાં જાહેરમાં જુગારની બાતમી મળતા દરોડો કર્યો હતો જેમાં જુગાર રમતા ગોવિંદભાઈ નાથાભાઈ વિકાણી, મેરામભાઇ કરશનભાઈ દેલવાણીયા, રાયધનભાઈ કરશનભાઈ દેલવાણીયા, નરેશભાઈ માનસિંગભાઈ કુંધીયા એમ પાંચને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૧૧,૨૬૦ જપ્ત કરવામાં આવી હતી. 
મોરબીના વિસીપરા વિસ્તારમાં જુગાર રમતા પાંચ ઝડપાયા
મોરબીના વિસીપરા વિસ્તારમાં પોલીસે દરોડો કર્યો હતો જેમાં જુગાર રમતા અજયભાઈ વિઠલભાઈ સનુંરા, દીપકભાઈ કેશુભાઈ અગેચણીયા, ભરતભાઇ નાગજીભાઈ સખેલીયા, કાનજીભાઈ ધનજીભાઈ ઇન્દરિયા અને જયેશભાઈ હીરભાઇ કુરીયા એમ પાંચને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૧૦,૫૬૦ જપ્ત કરવામાં આવ્યા હતા.

(9:34 pm IST)