Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

મોરબીના વાઘપર ગામના રોડની યુવા ચેરમેન અજય લોરિયાએ મુલાકાત લઈને કામની સમીક્ષા કરી

ટેન્ડર કોપી મુજબ કામ થાય તે માટે કોન્ટ્રાકટરને તાકીદ કરાઈ

મોરબીના વાઘપર ગામે નવો સુવિધાપથ બની રહ્યો હોય જે સ્થળની મોરબી જીલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરિયાએ મુલાકાત લીધી હતી

મોરબીના વાઘપર પીલુડી ગામે બની રહેલ સુવિધાપથના કામની સમીક્ષા માટે જીલ્લા પંચાયતના બાંધકામ સમિતિ ચેરમેન અજયભાઈ લોરિયાએ ગામના સરપંચ કેશુભાઈ કડીવાર સાથે મુલાકાત લીધી હતી રોડની ગુણવત્તા તપાસવામાં આવી હતી તેમજ ટેન્ડર કોપી મુજબ કામ થાય તે માટે કોન્ટ્રાકટરને તાકીદ કરવામાં આવી હતી.

(9:35 pm IST)