Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

બ્રિટનના મહારાણી એલિઝાબેથની પ્લેટિનમ જ્યુબિલીની ઉજવણીમાં ગુજરાતી ગરબા સાથે ખેલૈયાઓ છવાયા

હોલિવુડ સુપરસ્ટાર ટોમ ક્રૂઝ સહિત ડેનબરી બ્રિજરટન, એલન ટીચમાર્શ આફરીન :;કચ્છી ગાયિકા પ્રીતિ વરસાણીએ રજૂ કરેલ 'ઢોલીડા ઢોલ રે વગાડ' ગરબાની જમાવટ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૭

રવિવારે રાત્રે લંડન પેલેસ પ્રિમાઇસિસ એરીયા વિન્ડસર કેસલ ખાતે મહારાણી એલિઝાબેથ ની ઉપસ્થિતિ માં ઢોલીડા ઢોલ રે વગાડ... જ્યારે પ્રીતિ વરસાણી એ સ્ટાર્ટ કર્યું ત્યારે  તેમની સાથે ૫૦ ખેલૈયા કલાકારો આ ગરબા સાથે ગરબે ઘૂમ્યા હતા. ગુજરાતી ગરબાએ ભારે જમાવટ કરી હતી અને લોકો તેના તાલે ઝૂમી ઉઠ્યા હતા. પ્રીતિ નું પરફોર્મન્સ અને ટ્રેડિશનલ ડ્રેસ જોઈ હોલિવૂડ ના સુપર સ્ટાર ટોમ ક્રૂઝ ખુબ પ્રભાવિત થયા હતા... ને પ્રીતિ ને કહ્યુ "Beautiful performance and wow your outfit looks amazing and vibrant" આ રીત ના શબ્દો સાથે પ્રીતિ તરફ સ્નેહ ની લાગણી બતાવેલ , અન્ય હોલિવુડ કલાકારો માં ડેનબરી બ્રિજરટન અને

એલન ટીચમાર્શ ગુજરાતી પરવેશ સાથે પાઘડી અંગે સંપૂર્ણ માહિતી મેળવી ખુબ જ પ્રસંશનીય એમનો પ્રતિભાવ આપેલ. આ ભારતીય પરફોર્મન્સ દરમ્યાન ભારતીય રાષ્ટ્રધ્વજ    સ્ક્રીન પર પ્રકાશિત થતું નજરે ચડ્યું હતું. મહારાણી એલિઝાબેથની પ્લેટિનમ જયુબિલી ની ઉજવણીમાં લંડનમાં રહેતી પણ મૂળ ગુજરાતના કચ્છની ગાયિકા પ્રીતિ વરસાણીએ ગુજરાતી પરંપરાગત ગરબા સાથેનું ખાસ પરફોર્મન્સ આપ્યું હતું.

(9:46 am IST)