Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

અક્ષર દેરી સાર્ધ શતાબ્દી મહોત્સવમાં ઝોળીમાં આવેલ અન્ન-ધનથી ચાલશે ૧૧ દિવસ ભંડારો

ગોંડલ : અક્ષર દેરી સાર્ધ શતાબ્દી મહોત્સવમાં રોજ ખૂબ જ મોટી સંખ્યામાં દર્શનાર્થી ભોજન-પ્રસાદ લેશે તેનું અક્ષર મંદિર અને નગરવાસીઓ દ્વારા અદ્બુત અયોજન કરવામાં આવ્યું છે. ગોંડલમાં મકરસંક્રાંતિના દિને અક્ષર મંદિરમાં સંતો અને બાઈ-ભાઈ-બાળકો ઝોળી માગવા શહેરનાં વિસ્તારો તથા ગામડે-ગામડે નીકળી પડ્યા હતા. જેમાં લોકોએ ખૂબ સારો પ્રતિભાવ આપી તેમની ઝોળી છલકાવી દીધી હતી. એક મૂઠી મમરા પણ દાનમાં સ્વીકાર્યા. બાળકો અને યુવાનોએ પોતાના ખોટા ખર્ચાઓ પર રોક લગાવી અને દાન આપ્યું. મહિલા ભકતોએ પોતાના ગૃહકાર્ય ઉપરાંત પણ મંદિરમાં ચાલતા રસોડામાં સમયનું દાન કર્યુ.

નાનામાં નાના માણસ દ્વારા દાનમાં અપાયેલ કિલો અનાજથી લઈને મહોત્સવની આખા દિવસની રસોઈ આપનાર હરિભકતોનાં સહયોગથી અગિયાર દિવસનો ભવ્ય ભંડારો થશે.

તા. ૧૪ જાન્યુઆરી મકરસંક્રાંતિના પાવન પર્વે ગોંડલ અક્ષર મંદિરના સંતો-સ્વયંસેવકો દ્વારા વિશિષ્ટ  ઝોળી અભિયાન હાથ ધરાયું. જેમાં સંતો અને સ્વયંસેવકોએ સાર્ધ શતાબ્દી મહોત્સવ નિમિત્ત્।ે ગોંડલ શહેરની શેરીએ-શેરીએ તેમજ આસપાસના ગામડાંઓમાં દાન-ભિક્ષા માટે ઘૂમી વળ્યા. આપણાં શાસ્ત્રોમાં આજના દિવસે કરવામાં આવતા દાનનો વિશેષ મહિમા છે. ગોંડલની ધર્મપ્રેમી જનતાએ  મહોત્સવમાં વધારનાર ભાવિક-ભકતોની સેવા કરવાનો અવસર ઝોળી પર્વ નિમિત્તે દાન કરી ઉઠાવી લીધો. ગોંડલનાં નાગરિકોએ મહોત્સવમાં પધારનાર અતિથિ-ભકતો માટે છૂટા હાથે આનાજ દાનમાં આપ્યું. સંતો- સ્વયંસેવકોએ એક મૂઠી મમરા પણ દાનમાં સ્વીકાર્યા. નાની-નાની સેવા કરનાર પણ અનેક ભકતો-ભાવિકોએ હોશ-હોશે ભગવાનની ઝોળી છલકાવી દીધી. આ દાન પર્વમાં ભિક્ષા માંગનાર સંતો-ભકતોમાં ડોકટર, એન્જિનિયર, સી.એ અને એમ.બી.એ જેવી ડિગ્રી ધારકો હતા. પોતાની પદ અને પ્રતિષ્ઠાનું  માન છોડી ભિક્ષા માંગવાની સેવામાં લાગી ગયા હતા. આ ઝોળી પર્વમાં સામાન્ય ભકતોએ પણ કેટલાક મહિનાઓથી બચત કરેલી રકમ દાનમાં આપી દીધી. બાળકો અને યુવાનોએ પોતાના ખોટા ખર્ચાઓ પર રોક લગાવી સંતોની ઝોળી છલકાવી દીધી. કેટલાક મહિલા ભકતોએ પોતાના ગૃહકાર્ય ઉપરાંત પણ મંદિરમાં ચાલતા રસોડામાં સમયનો દાન કરી પોતાની વિશિષ્ટ સેવા નોંધાવી હતી. આ તકે પુરુષ ભકતોએ મહોત્સવ પ્રસંગે જ રસ્તા બનાવવાથી માંડીને બધી જ પ્રકારની સેવા કરવાનો લ્હાવો પ્રાપ્ત કર્યો છે. (હરિકૃષ્ણ સોંડાગર - રાજુલા દ્વારા તસ્વીરો)

(9:55 am IST)