Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

સુરેન્દ્રનગરમાં કુરિયર સર્વિસની ઓફીસમાંથી ચોરેલ ત્રણ લાખનો મુદામાલ રિક્ષામાં લઇને જતા બે શખ્શો ઝડપાયા

વઢવાણ તા. ૧પ : પોલીસ અધિક્ષક દિપકકુમાર મેઘાણીની સુચનાથી કે.એ.વાળા તથા એસ.બી.સોલંકી તથા વી.આર. જાડેજા તથા સુરેન્દ્રનગર એસ.ઓ.જી. શાખાના એ.એસ.આઇ આર.કે. પરમાર તથા ઘનશ્યામભાઇ મસીયાવા તથા દાદુભાઇ તથા દાજીભાઇ તથા સુરેશભાઇ તથા હે.કો. નંદલાલભાઇ પટેલ તથા ડાયાલાલ પટેલ તથા ભુપેન્દ્રભાઇ ગોલેતર તથા હે. કો.હરદેવસિંહ તથા મહીપાલસિંહ તથા રાજદીપસિહ મહાવિરસિંહ તથા સુ.નગર સીટી એ ડીવી.પો.સ્ટે.ના પો.કો. ભુપેન્દ્રસિંહ તથા વનરાજસિંહ વિ. માણસો સુ.નગર સીટી બી.ડીવી.પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા અને સ્વસ્તીક ચોક પાસે વાહન ચેકીંગ દરમ્યાન એક શંકાસ્પદ સી.એન.જી. રીક્ષા નંબર જી.જે.-૧૩ એવી-૧૮ર૬ વાળીને રોકતા તેમાથી બે ઇસમો (૧) મહંમદ શાહીબ જમીરભાઇ અંસારી જાતે રીક્ષા ડ્રાઇવીંગ રહે. ધંધો ર૦ માન ઉવ.પીજારા મું.નગર ફીરદોષ સોસાયટી સુ.સોનલ સોસાયટી (ર) જયદિપભાઇ હસમુખભાઇ જાદવ, લુહાર ઉ.રર ધંધો પપ નગર.સુ.કારખાનામા નોકરી રહે. ન્યુ ગુજરાત હાઉસીંગ બોર્ડ, જે.વી.એન. હાઇસ્કુલ પાછળ ધાબા વાળી લાઇન વાળા મળી આવેલા અને તેઓની કબ્જાની રીક્ષામાં બે પુંઠાના બોક્ષ મળી આવેલા જેમાંથી મોબાઇલનું કવર, ઘડીયાળ, મોબાઇલ, બુટ, લાઇટ, બેગ, હેન્ડસેટ, કપડા, ચશ્મા, ચોપડી રીમોટ, કંટ્રોલ, સાડી, તેલ, લેપટોપ, પ્રિન્ટરની શાહી, ટ્રેક શુટ, પાવર બેન્ક, નાઇટ ડ્રેસ, મસાજર, સ્લીપર, રમકડા, ડ્રેસ, સાવર વિગેરે વસ્તુઓ મળી કુલ રૂપિયા આશરે ત્રણ લાખનો મુદામાલ મળી આવેલ મજકુર બન્ને ઇસમો ઉપરોકત વસ્તુઓ બાબતે કોઇ સંતોષ કારક જવાબ કે આધાર પુરાવો રજુ ન કરતા તમામ ચીજ વસ્તુઓ ગઇ તા.ર/૧ર/ર૦૧૭ ના રાત્રી દરમ્યાન વઢવાણ જી.આઇ.ડી.સી.માં આવેલ ઇન્ટાકાર્ટ સર્વિસ પ્રાઇવેટ લીમીટેડ નામની ઓન લાઇન ખરીદી કુરીયર સર્વિસની ઓફીસમાંથી ચોરી કરેલ હોવાનું કબુલાત કરેલ છે જેથી મજકુર ઇસમોને ધોરણસર અટક કરી મુદામાલ સાથે સુરેન્દ્રનગર બી.ડીવી.પોસ્ટે. સોંપી આપવા તજવીજ કરેલ છે.

(11:28 am IST)