Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

કલ્યાણપુરના કેનેડી ગામની યુવતિને ફેસબુક-વોટસએપ પર અભદ્ર મેસેજ અને ફોટા મોકલી ધમકી

સાયબર સેલે બે મોબાઇલ નંબર શોધી કાઢતાં પોલીસે ગુનો નોંધ્યો

ખંભાળિયા તા.૧પ : કલ્યાણપુરના કેનેેડી ગામની યુવતીને તેમના ફેસબુક અને વોટસએપ આઇડી ઉપર મોબાઇલ નંબર ૯૦૮રપપ૧૧૯૪ તથા ૯૩ર૧ર૧ ૮૭પ૪ ઉપર અભદ્ર મેસેજ તથા તેણીના ફોટા અપલોડ કરી અભદ્ર ફોટા અને વિડીયો કિલપ વાયરલ કરવાની ધમકી આપતા યુવતીએ દ્વારકા સાયબર સેલમાં અરજી કરી હતી. જે અરજી સંદર્ભે કલ્યાણપુર પોલીસે ઉપરોકત બંન્ને નંબરવાળા વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.

નાના માંઢા ગામે જુગાર રમતા છ ઝડપાયા

ખંભાળિયા તાલુકાના નાના માંઢા ગામે જાહેરમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમીના આધારે વાડીનાર પોલીસે રેઇડ કરતા જુગાર રમી પૈસાની હારજીત કરતા ધીરજ કાંતિલાલ લાલ, સલેમાન હાસમ સંધી, હેમત ડાયા રાવત, સતાર ઇસ્માઇલ સંધી, ઇબ્રાહીમ યાકુબ સંધાર, દાઉદ સિદીક ઘાવડાને રોકડ ર૭,૯૦૦ની મતા સાથે ઝડપી લઇ વાડીનાર પોલીસે ગુનો નોંધ્યો છે.

દ્વારકામાં ક્રિકેટનો સટ્ટો રમતા ઝડપાયોઃ આઇડી આપનારની શોધખોળ

દ્વારકામાં રામધુન મંદિર પાસે જાહેરમાં શખ્સ આઇપીએલના ક્રિકેટ મેચ પર મોબાઇલમાં આઇડી મારફતે સેસન અને કપાતનો સટ્ટો રમતો હોય જે બાતમીના આધારે પોલીસે તપાસ કરતાં જલારામ સોસાયટી, લક્ષ્મી  ટેનામેન્ટમાં રહેતા ધવલ ગોપાલ થોભાણી નામના શખ્સને ઝડપી લઇ તેમની પાસેથી મોબાઇલ, સીમકાર્ડ તથા રોકડ મળી કુલ ૧૬,૦૬૦ની મતા કબ્જે કરી ગુનો નોંધ્યો હતો. શખ્સની પુછપરછમાં  સટ્ટો રમવા માટેનું આઇડી દ્વારકાના પ્રવિણ ઉર્ફે પવલો વાધેરએ આપ્યું હોવાની કબુલાત આપતાં પોલીસે તેની વિરૂધ્ધ પણ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.

(12:48 pm IST)