Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

ધ્રાંગધ્રાના નિમકનગરમાં ઝઘડામાં સત્યના પારખાઃ ગરમ તેલમાં હાથ બોળાવ્યા

બે પાડોશીના ઝઘડામાં મહિલા અને પુરૂષને ગરમ તેલમાં હાથ બોળાવ્યા : વિડીયો વાયરલ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૧૪ : સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા નિમકનગર ગામમાં બે પાડોશીઓ વચ્ચે થયેલા સત્ય પારખવા માટે ગરમ તેલમાં હાથ નાખવાની ટેક રાખવામાં આવી હતી ત્યારે આ ટેક દરમ્યાન ૬૦થી વધુ વર્ષના વૃદ્ઘ કે જે વીડિયોમાં દેખાઇ રહ્યા છે તેમને અચાનક શરીરમાં માતાજી આવી અને તે વીડિયો જોતા તે ઘૂણતા હોવાનું દેખાઈ રહ્યું છે. અને આ દરમિયાન તે ગરમ તેલમાં હાથ બોળતા હોવાનું પણ વીડિયોમાં સ્પષ્ટ રીતે દેખાઇ રહ્યું છે.

સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા તાલુકાના રણકાંઠાના નિમકનગર ગામે બે પાડોશીના ઝઘડામા સત્યના પારખા કરાવવા ગરમ તેલમાં હાથ બોરતો વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થયો છે.પાડોશમાં રહેતા બે પરિવારો વચ્ચે ઝધડો અને બોલાચાલી બાદ સત્યની પરખ કરાવવા એક મહિલા અને એક પુરૂષ ગરમ તેલમાં હાથ બોળતા વાયરલ વિડિયોમા પડે છે નજરે પડે છે. માતાજીની શ્રધ્ધાના નામે ઝધડો થયા બાદ કોણ સાચું અને કોણ ખોટું જાણવા માટે ગરમ તેલમાં હાથ બોળ્યા હોવાની ચર્ચાઓ વહેતી થઈ છે.

આજના ડિજિટલ અને આધુનિક યુગમાં હજુ પણ ગ્રામ્ય વિસ્તારોમાં અંધશ્રધ્ધા હોવાનું વિડિયોમા જણાઈ આવે છે. કયારે સત્યના પારખા કરવા માટે ગામ વચ્ચે આ તમામ પ્રક્રિયા કરવામાં આવ્યું હોવાનું પણ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે ગામના જ લોકો દ્વારા સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયરલ કરવામાં આવ્યો હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે.

(11:10 am IST)