Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

પિયર ગયેલી પત્‍નિ પરત નહીં આવતા ધારીના કાંગસા ગામે યુવાનનો આપઘાત

 

અમરેલી,તા. ૧૪: ધારી તાલુકાના ક્રાંગસા ગામે રહેતા હરજીભાઇ કનુભાઇ રાઘનપરા ઉ.વ.૩૨ ના પત્‍ની પિયર જતા રહેલ હોય તેમને તેડવા માટે ભત્રીજો ગયેલ જે પરત આવેલ ન હોય જેથી લાગી આવતા ઝેરી દવા પી જતા મોત નિપજયાનું હિંમતભાઇ ફુલાભાઇ રાઘનપરાએ જાહેર કરેલ છે.

અમરેલીમાં આઇપીએલ કિક્રેટનો સટો રમાડતા ઝડપાયો

માર્કેટયાર્ડના દરવાજા પાસે કપિલ પ્રવીણભાઇ રાઠોડ મુંબઇ ઇન્‍ડીયસ અને ચેન્‍નાઇ સુપર કિગ્‍સ વચ્‍ચે રમાતી આઇપીએલ ક્રિકેટમાં ઓનલાઇન આઇડીમાં બેલેન્‍સ વડે હારજીતનો સટો રમાડતા લોકરક્ષક મયુરભાઇ છૈયાએ રોકડ રૂા.૪૦૪૦ તેમજ એન્‍ડ્રોઇડ મોબાઇલ રૂા.૧૦ હજાર મળી કુલ રૂા.૧૪,૦૪૦ ના મુદામાલ સાથે ઝડપી પાડયો હતો.

બગસરાના હુલરીયાની સીમમાં મોટર વાયર સાથે દારમાં નાખી નુકસાન

હુલરીયા ગામની સીમમાં ચતુરભાઇ પોપટભાઇ કોરાટ ઉ.વ.૫૫ રહે.અમદાવાદ મુળ હાલરીયા વાળાની વાડીમાં કોઇ અજાક્કયા શખ્‍સે આર્થીક નુકસાન કરવાના ઇરાદાથી વાડીમાં ગેરકાયદેસર પ્રવેશ કરી વાડીની બોરીંગ દારનું પાઇપ તોડી સબમર્શીબલ મોટર વાયર સાથે દારમાં નાખી દાર બુરી દીઘેલ અને રૂા.૧,૧૦,૦૦૦નું નુકસાન કર્યાની બગસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

બાઇકમાંથી પડી જતા

બાબાપુરઃ ધારીથી અમરેલી આવતા વાંકીયા પાટીયાથી અમર ડેરી વચ્‍ચે રોડ પર પવનમાં બાવળનું ઝાડ પડી જતા બાઇકનું બેલેન્‍સ ગુમાવતા હર્ષદભાઇ વિનુભાઇ રાજા અને જીકરભાઇ અલીભાઇ બેલીમ ઘારીથી અમરેલી આવતા હતા ત્‍યારે બાઇકમાંથી પડી જવાથી બંનેને ઇજાઓ થતા સારવાર માટે અમરેલી દવાખાને ખસેડવામાં આવેલ છે.

ધારીમાં મેસેજ અંગે ઝઘડો

ધારી મહિલા કોલેજ સામે ગ્રાઉન્‍ડમાં તા.૧૧/૫ ના રાત્રીના ૮:૩૦ કલાકે આફ્રીદીભાઇ રફીકભાઇ બેલીમ ઉ.વ.૨૫ રહે.ધારી નવી વસાહતના પત્‍નીના ઇન્‍ટાગ્રામ એકાઉન્‍ટમાં દિલાવરભાઇ સરવેૈયા સાથે ફ્રેન્‍ડશીપ કરતા અવાર નવાર વાતચીત કરતા હોય અને દિલાવરભાઇએ આફ્રીદીભાઇને પત્‍નીને કાલ વાત ઝુબેર પાર્ટ-૨ આવશે તેવો મેસેજ કરતા આફ્રીદીભાઇને તેના પત્‍નીએ મેસેજ બતાવતા ઝુબેરને સમજાવવા જતા ગાળો બોલી ઢીકાપાટુનો માર મારી ઘમકી આપી સાહીલ સલીમભાઇએચ ફાઇબરના ઘોકા વડે માર માર્યાની ઘારી પોલીસ મથકમાં ફરિયાદ નોંઘાવી છે.

જામકામાં મારામારી

જામકા ગામે રહેતી લાખુબેન મનાભાઇ મકવાણા ઉ.વ.૪૦ પોતાના ઘરે હતા ત્‍યારે ઘનશ્‍યામભાઇ તેના ઘરે દોડીને આવેલ ત્‍યારે દાદુ ભાણાભાઇ, બાલુ દાદુભાઇ, હીમુબેન દાદુભાઇ, હરેશ દાદુભાઇ મકવાણાએ ઘનશ્‍યામને ઘરની બહાર કાઢો તેણે અમારી સાથે અગાઉ માથાકુટ કરેલ છે તેમ કહેતા બહાર કાઢવાની ના પાડતા ઉશ્‍કેરાઇ લાખુબેનને મારકુટ કરી ઘનશ્‍યામભાઇને પાઇપ વડે માર મારી ઇજા કર્યાની ખાંભા પોલીસ મથકમાં ફરિયાદ નોંઘાવી છે.જયારે સામાપક્ષે દાદુભાઇ ભાણાભાઇ મકવાણા ઉ.વ.૪૯ ખેતરે મજુરી કરવા જતા હતા ત્‍યારે મુનાભાઇ મકવાણાની શેરી પાસે પહોંચતા લાલજી કાળાભાઇ, ઘનશ્‍યામ લાખુબેન અને બાઘીબેન સહિતે ગાળો બોલી પાઇપ અને ઢીકાપાટુ વડે માર માર્યાની ખાંભા પોલીસ મથકમાં ફરિયાદ નોંઘાવી છે.

સાજીયાવદરમાં પ્રોૈઢ ઉપર હુમલો

સાજીયાવદર પ્‍લોટ વિસ્‍તારમાં હરેશભાઇ મનસુખભાઇ સાવલીયા ઉ.વ.૪૨ને ગ્રામ પંચાયત ની ચુંટણીનું મનદુઃખ રાખી અનિરૂઘ્‍ઘ દેવકુભાઇ અને તેના માતા જયાબેન દેવકુભાઇ ખુમાણે પાઇપ અને લાકડી વડે માર મારી ઇજા કરી ઘમકી આપ્‍યાની અમરેલી રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંઘાવી છે.

પ્રોૈઢ ઉપર હુમલો

અમરેલી લાઠી ચોકડી ગુરૂદત પેટ્રોલપંપ સામે આવેલ સતનામ પાન પાર્લર તથા દ્વારકાધીશ નામની હોટલે છત્રપાલ વાળાએ દાવતની સોડા માંગતા સોડા આપવામાં મોડુ થતા ગલ્લાના માલીક ભદ્રસિંહ રણજીતસિંહ ચોૈહાણ તથા તેના ભાઇ મહિપત સિંહને માર મારી ધમકી આપ્‍યાની અમરેલી રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

માવજીંજવાની સીમમાં પ્રોૈઢ ઉપર હુમલો

માવજીંજવા સીમમાં અમૃતભાઇ પોપટભાઇ વઘાસીયા ઉ.વ.૫૦ તેમજ બાવા મોહનભાઇ સાવલીયાની જમીન બાજુમાં આવેલ હોય અમૃતભાઇ શેઢે કામ કરતા હોય ત્‍યાં આવી જણાવેલ કે શેઢાની વાડ તું કાપી નાખ નહિં તુ હું સળગાવી દઇશ અને ગાળો બોલવાની ના પાડતા ઉશ્‍કેરાઇ ઘારીયા વડે માથામાં ઇજા કર્યાની બગસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંઘાવી છે.

ટેમ્‍પોએ બાઇકને હડફેટે લીધું

બગસરા તાલુકાના ઘંટીયાણ અને ઘારી ગુંદાળી રોડ ઉપર હરસુખભાઇ વલ્લભભાઇગોંડલીયાઉ.વ.૪૮અનેતેનાપત્‍ની ગીતાબેન બાઇક જીજે ૧૪ પી ૧૬૮૭ લઇને લગ્નમાંથી પરત આવતા હતા ત્‍યારે ઘંટીયાણ અને ધારી ગુંદાળી વચ્‍ચે પહોંચતા આઇશર ટાટા જીજે ૧૮ ટી ૨૪૯૪ ના ચાલકે પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી બાઇકને હડફેટે ચડાવતા હરસુખભાઇને હાથે ફેકચર કરી પત્‍ની ગીતાબેનને ઇજા પહોંચાડી નાસી ગયાની બગસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે

(1:47 pm IST)