Gujarati News

Gujarati News

News of Tuesday, 14th March 2023

રાજકોટ - ગોંડલ વીરપુર સહિતના સૌરાષ્‍ટ્રના સંખ્‍યાબંધ સ્‍થળોએ અત્‍યારે સાંજે વાતાવરણમાં પલટો આવ્‍યો છે અને વાદળછાયુ વાતાવરણ થઈ ગયુ છે માત્ર ૬ વર્ષના ટૂંકા ગાળામાં ૧૨ બી સ્‍ટેટસ મેળવતી ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી

૧૨બી મળી જતા યુજીસી દ્વારા રિસર્ચ સહિતના ક્ષેત્રે કરોડો રૂપિયાની ગ્રાન્‍ટના દરવાજા ખુલી ગયા : યુનિવર્સિટીના કુલપતિ પ્રો. (ડો.) ચેતન ત્રિવેદીના નેતૃત્‍વ હેઠળ અસામાન્‍ય સિદ્ધિ ૧૨બી થી સંશોધન, શિક્ષણ ઈન્‍ફાસ્‍ટ્રકચર સહિતની વિદ્યાર્થીલક્ષી પ્રવૃતિઓને વેગ મળશે

રાજકોટ : સમગ્ર દેશમાં ઉચ્‍ચ શિક્ષણ આપતી કોલેજો તથા યુનિવર્સિટીઓનું નિયમન અને નિયંત્રણ કરતી સંસ્‍થા યુનિવર્સિટી ગ્રાન્‍ટ્‍સ કમિશન - દિલ્‍હી (યુજીસી) દ્વારા ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢને ૧૨ બી સ્‍ટેટસ આપી દેવામાં આવ્‍યુ છે. ૧૨ બી સ્‍ટેટ્‍સ મળી જતા યુજીસી દ્વારા રીસર્ચ સહિતના ક્ષેત્રે કરોડો રૂપિયાની ગ્રાન્‍ટના દરવાજા ખુલી ગયા છે અને સાથે સાથે સંશોધન, શિક્ષણ, ઈન્‍ફ્રાસ્‍ટ્રકચર સહિતની વિદ્યાર્થીલક્ષી પ્રવૃતિઓને વધુ વેગ મળશે તે ચોક્કસ છે.

વર્ષ ૨૦૧૫માં વિધાનસભાના કાયદા હેઠળ સ્‍થાપાવમાં આવેલ ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે જૂન ૨૦૧૭માં અનુસ્‍નાતક ભવનોની શરૂઆત કરવામાં આવી હતી. માત્ર ૬ વર્ષના ટૂંકા ગાળામાં ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા થયેલ શિક્ષણલક્ષી, વિદ્યાર્થીલક્ષી, સમાજલક્ષી, સંસ્‍કારલક્ષી કાર્યોની નોંધ લઈ યુજીસી દિલ્‍હી દ્વારા ૧૨ બી સ્‍ટેટસ આપવામાં આવ્‍યુ હતું.

ફેબ્રુઆરી ૨૦૧૯થી ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ તરીકે સફળતાપૂર્વક ફરજ બજાવતા પ્રો. (ડો.) ચેતનભાઈ ત્રિવેદીના નેતૃત્‍વ હેઠળ યુનિવર્સિટીએ અસામાન્‍ય સિદ્ધિ મેળવેલ છે. ૧૨ બીની સમગ્ર પ્રક્રિયા દરમિયાન કુલપતિ પ્રો. (ડો.) ચેતનભાઈ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટીના રજીસ્‍ટ્રાર ડો.મયંકભાઈ સોની, યુનિવર્સિટીના એકિઝકયુટીવ કાઉન્‍સીલના સભ્‍યો સહિતના તમામ ટીચીંગ તથા નોન ટીચીંગ સ્‍ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.

 

(6:11 pm IST)