Gujarati News

Gujarati News

News of Tuesday, 14th March 2023

ઓખા બેટ દ્વારકાના દરીયાના પાણીમાં ઉછળતી ડોલ્‍ફીન વેલ માછલીનો અદભુત નજારો

ઓખા : વિશ્વ પ્રસિધ્‍ધ યાત્રાધામ ઓખા બેટ દ્વારકામાં દરરોજ દુર દુરથી આવતા પ્રવાસીઓ ડોલ્‍ફીનનો નજારો જોઇ શકે અને બીચનો આનંદ મેળવી શકે એ હેતુથી કોટેચા એડવેન્‍ચર દ્વારા દરીયાઇ સફર કેમ્‍પનું આયોજન કરવામાં આવે છે. જેમાં દરીયા કિનારે લોકો ટેન્‍ટ સીટીમાં રોકાઇ પણ શકે અને અલગ અલગ પ્રવૃતિઓ કરીને ખુબ જ આનંદ માણી શકે એ માટેનો એક અદભુત પ્રયાસ છે. જેમાં સમુદ્ર બોટીંગ, બોટમાં ડીજે સંગ રાશ ગરબા, સમુદ્રમાં ડિનર પાર્ટી, સમુદ્ર યાત્રા સાથે નાચતી કુદતી વેલ  ડોલ્‍ફીન માછલીનો અદભુત નજારો જેવા વિવિધ કાર્યક્રમોનું અનોખુ આયોજન કરવામાં આવે છે. પ્રવાસી અને યાત્રીકો આ ઓખા બેટ દ્વારકાના સમુદ્ર યાત્રાનો આનંદ મેળવવા ઇચ્‍છતા હોવ તો કોટેચા એડવેન્‍ચરનો સંપર્ક કરી શકો છો અને બુકીંગ કરાવી શકો છો, દીવ અને ગોવા ફરવા જતા લોકો માટે ખુબ જ નજીવા દરે અહી નજીકના જ સ્‍થળે આનંદ માણવા માટેનું એક સ્‍થળ એટલે ઓખા બેટ દ્વારકાનો બીચ. ખાસ કરીને વિદ્યાર્થીઓને મરીન એજયુકેશન પણ આપવામાં આવે છે. તો શાળા કોલેજના વિદ્યાર્થીઓ પણ તેનો લાભ લઇ શકે છે અને દરીયા કિનારે જ સુવિધાઓ અને સગવડોથી સજ્જ અને ઉત્તમ જમવાની વ્‍યવસ્‍થા થઇ શકશે. (તસ્‍વીરઃ ભરત બારાઇ-ઓખા)

(3:42 pm IST)