Gujarati News

Gujarati News

News of Tuesday, 14th March 2023

જૂનાગઢ લો કોલેજમાં વકીલાતના પ્રેક્‍ટિકલ જ્ઞાનઅર્થે કાયદાના વિદ્યાર્થીઓ વચ્‍ચે મુટકોર્ટ સ્‍પર્ધા સફળતાપૂર્વક સંપન્ન

સોરઠના પ્રખર કેળવણીકાર-માજી સાંસદ સ્‍વ. નાનજીભાઇ વેકરીયાની સ્‍મળતિમાં ભાવિ વકિલોને કેસોના અભ્‍યાસાર્થે નવતર પ્રયોગ

જુનાગઢ, તા.૧૪: જુનાગઢ જુનિયર ચેમ્‍બર એજ્‍યુકેશન ટ્રસ્‍ટ સંચાલિત લો કોલેજ-જુનાગઢ દ્વારા સોરઠના પ્રખર કેળવણીકાર-માજી સાંસદ સ્‍વ. નાનજીભાઇ વેકરીયાના સ્‍મળતિમાં કાયદાના વિદ્યાર્થીઓ-ભાવિ વકિલોને કેસોના અભ્‍યાસાર્થે નવતર પ્રયોગના ભાગરૂપે ગુજરાતી માધ્‍યમમાં દ્વિતીય શ્રી નાનજીભાઇ વેકરીયા મેમોરીયલ મુટકોર્ટ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ૧૦ જેટલી ટીમોએ ભાગ લીધો હતો.

મુટકોર્ટ સ્‍પર્ધાનો પ્રારંભ કાર્યક્રમના અધ્‍યક્ષ જ્‍યુડિશિયલ ઓફિસર આર.કે.જાની, લો કોલેજના પ્રિન્‍સિપાલ ડો. પરવેઝ બ્‍લોચ, ડો.એન.જી.મહેતા, પોદાર સ્‍કૂલના શ્રી ચૌહાણ તેમજ કોલેજના અધ્‍યાપકો દ્રારા દિપ પ્રાગટય કરી સંસ્‍થાના આધ્‍ય સ્‍થાપક સ્‍વ. નાનજીભાઇ વેકરીયાને સ્‍મરણાંજલી અર્પી કરવામાં આવી હતી.

સ્‍પર્ધાના અધ્‍યક્ષ તરીકે જ્‍યુડિશિયલ ઓફિસર આર.કે.જાનીએ સર્વે ટીમોએ તૈયાર કરેલ કેસોનુ નિરિક્ષણ કરી પરિણામ જાહેર કર્યુ હતુ.

મુટકોર્ટ સ્‍પર્ધા અંતર્ગત સ્‍વાગત -વચન કરતા ડો. એન.જી.મહેતાએ મુટકોર્ટ અંગે જણાવ્‍યું હતુ. આ કાર્યક્રમમાં લો કોલેજના પ્રિન્‍સિપાલ ડો.પરવેઝ બ્‍લોચે મુટકોર્ટના મહત્‍વ અંગે તલસ્‍પર્શી માહિતી આપતા જણાવ્‍યુ હતુ કે, વકિલાતનું પ્રેકટીકલ જ્ઞાન મેળવવા મુટકોર્ટ અતિ આવશ્‍યક બની રહે છે.

આ સ્‍પર્ધામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ દ્વારા ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૨, ૩૦૭, ૪૦૬, ૪૨૦, ફોજદારી કાર્યરિતી સંહિતાની કલમ ૧૨૫, ભ્રષ્ટાચાર નાબૂદી ધારો, માદક પદાર્થોને લગતા કાયદાઓને લગતા કેસો અંગેના કેસોની કોર્ટમાં ચાલતી પ્રક્રિયા કરી જજમેન્‍ટ સુધીની -ક્રિયા કરવામાં આવી હતી. સરકારી વકિલ અને આરોપી તરફે રોકાતા એડવોકેટ બની વિધ્‍યાર્થીઓએ આખો કેસ ચલાવ્‍યો હતો.

સ્‍પર્ધાના અધ્‍યક્ષ જજ આર.કે.જાનીએ પરિણામ સંદર્ભે રજૂ કરેલ કેસનું માળખું, કોર્ટ પ્રોસિડિંગને મહત્‍વ, તર્કસંગત દલીલો, કેસમા કાયદાનું અર્થઘટન, શકવર્તી ચૂકાદાઓને ધ્‍યાનમાં રાખી ૧૦ ટીમોમાંથી અગ્રતાક્રમ આપ્‍યો હતો.

મુટકોર્ટમાં પ્રથમ, દ્વિતીય અને ત્રીજો ક્રમ મેળવનાર ટીમોને ટ્રસ્‍ટના -મુખ સુરેશભાઇ વેકરીયા તરફથી ગોલ્‍ડ, સિલ્‍વર અને બ્રોન્‍ઝ મેડલ તેમજ કોલેજ તરફથી ટ્રોફિ આપી સન્‍માનિત કરાયા હતા.

મુટકોર્ટ સ્‍પર્ધાને સફળ બનાવવા કોલેજના અધ્‍યાપક ડો.કે.બી.રાઠોડ, ડો.એસ.જી.ધાનાણી, મુ.વ્‍યાખ્‍યાતા ટી.ડી.પરમાર અને કુ. એમ.કે.ગોંધીયા સહિતના વહિવટી સ્‍ટાફે જહેમત ઉઠાવી હતી.

(1:56 pm IST)