Gujarati News

Gujarati News

News of Tuesday, 14th March 2023

પોરબંદરઃ વિધવાઓને અપાતી સહાયમાં વધારો કરવા મહિલા કોંગ્રેસની માંગણી

પોરબંદર, તા., ૧૩: વિધવાઓને દર મહિને અપાતી રૂા. ૧રપ૦ની સહાયમાં વધારો કરવા મહિલા કોંગ્રેસના અગ્રણીઓએ માંગણી કરી છે.

વિધવાસ્ત્રીઓને ગુજરાતમાં મહિને માત્ર ૧રપ૦ સહાય રાજય સરકાર દ્વારા કરવામાં આવે છે તે આજના મોંઘવારીના યુગમાં ઓછી છે. તેથી આ રકમ વધારીને ૩૦૦૦ કરી દેવા પોરબંદર મહિલા કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે.

મહિલા કોગ્રેસના પ્રમુખ ભારતીબેન ગોહેલ, ઉપપ્રમુખ હંસાબેન તુંબડીયા, મણીબેન  ઓડેદરા, ભાનુબેન જુંગી, શિલ્‍પાબેન ચૌહાણ, સમજુબેન કારાવદરા, લીરીબેન મોઢવાડીયા વગેરે જણાવ્‍યું હતું કે ભાજપના શાસનકાળમાં સતત મોંઘવારી વધી રહી છે અને છેલ્લા એક વર્ષમાં જ ગેસના બાટલામાં ર૦૦ રૂપીયાનો વધારો થયો છે બીજી બાજુ વિધવા મહિલાઓને અપાતી સહાયમાં કોઇ વધારો કરવામાં આવે નથી અને માત્ર૧રપ૦ રૂપીયા જેવી મામલુ સહાય આપવામાં આવે છે. જે વિધવા મહિલાઓની હાંસી સમાન છે.

 એક બાજુ રાજય સરકાર સંવેદનશીલ હોવાનો દાવો કરે છે તો બીજી બાજુ વિધવા મહિલાઓની પીડા સમજતી નથી. ગેસ ઉપરાંત અનાજ ગૃહ ઉપયોગી ચીજવસ્‍તુઓ, દુધ જેવી જીવન જરૂરી ચીજવસ્‍તુઓથી લઇને પેટ્રોલીયમ પેદાશના ભાવ પણ સતત વધારવામાં આવી રહયા છે પણ બીજી લાંબા સમયથી વિધવાઓને અપાતી સહાયમાં કોઇ વધારો કરવામાં આવ્‍યો નથી તેમ રજુઆતમાં જણાવેલ છે.

(1:43 pm IST)