Gujarati News

Gujarati News

News of Tuesday, 14th March 2023

ધોરાજીમાં ભગવતસિંહજી હાઈસ્‍કૂલ ખાતે હેલ્‍પ સેન્‍ટર

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી, તા.૧૪: ધોરાજીમાં ધોરણ ૧૦/૧૨ ની બોર્ડની પરીક્ષા અન્‍વયે શિક્ષણ વિભાગે ભગવતસિહજી હાઈસ્‍કૂલ ખાતે હેલ્‍પ સેન્‍ટર શરૂ કરાયુ.

ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે  ત્‍યારે વિદ્યાર્થીઓને મુંઝવતા પ્રશ્‍નોના યોગ્‍ય અને નક્કર ઉકેલ માટે શિક્ષણ વિભાગ દ્વારા ભગવતસિંહજી હાઈસ્‍કૂલ ખાતે હેલ્‍પલાઈન સેન્‍ટર શરૂ કરાયુ છે.

જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ. કૈલાએ જણાવ્‍યું હતું કે  પરીક્ષાલક્ષી કોઈ પણ મુંઝવણ કે સમસ્‍યા સમયે વિદ્યાર્થીને સર્વાંગી વિકાસ સંકુલો ખાતે શરૂ કરવામાં આવેલા હેલ્‍પલાઈન સ્‍થળોએ વિદ્યાર્થીઓ રૂબરૂ અથવા સંયોજકશ્રીનાં મોબાઈલ નંબર ઉપર ટેલીફોનીક સંપર્ક કરી સમસ્‍યાનું સમાધાન મેળવી શકે છે.

ધોરાજી, જામકંડોરણા વિસ્‍તાર મહર્ષિ દધીચિ સર્વાંગી વિકાસ સંકુલ, ભગવતસિંહજી હાઈસ્‍કુલ, ધોરાજી સંયોજક મહેશભાઇ મકવાણા મો. ૯૮૨૫૨ ૯૫૦૧૬ સંપર્ક સાધવા વિદ્યાર્થીઓને અનૂરોધ કરાયો છે

(11:51 am IST)